જસદણ નગરપાલિકા દ્વારા શહેરના જીલેશ્વર ગાર્ડન પાસેથી સ્વચ્છતા મેરેથોન નું આયોજન પણ અમુક વાસ્તવિકતા તમારી નજરે - At This Time

જસદણ નગરપાલિકા દ્વારા શહેરના જીલેશ્વર ગાર્ડન પાસેથી સ્વચ્છતા મેરેથોન નું આયોજન પણ અમુક વાસ્તવિકતા તમારી નજરે


(રીપોર્ટ વિજય ચૌહાણ)
નગરની સ્વરછતા પ્રત્યે અને નગર આયોજન પ્રત્યે ઉદાસીન પાલિકાનાં પદાધિકારીઓએ પણ હાજરી આપી આ સાથે અમુક ફોટો સામેલ છે જેમાં નગરની સ્વચ્છતાની હાલત દેખાય છે. નગરના જુદા જુદા ભાગોમાં સ્વચ્છતાનું કેવું વાતાવરણ છે એ સિવિલ હોસ્પિટલ ની દર્દીઓની લિસ્ટ પરથી જાણ થાય એમ છે. છેલ્લાં અઠવાડિયાથી સમગ્ર નગરમાં અને આજુબાજુના વિસ્તારોમાં વાયરલ તાવના અને ડાયેરિયા ના અસંખ્ય કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત નગરપાલિકા નાં સભ્યોની દીર્ઘ દૃષ્ટિનું ઉદાહરણ જિલેશ્વર પાર્ક માં પણ જોવા મળે છે. જ્યાં બગીચાના મેઇન્ટનન્સ નો ફિયાસ્કો ઊડી રહ્યો છે. વર્તમાનમાં ચાલી રહેલ વિવિધ સંવર્ગ ની ભરતી જેમકે અજ્ઞિવિર, ફોરેસ્ટ, અને અને પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો પણ યોગ્ય એથલેટિક ગ્રાઉન્ડ નાં અભાવે રોડ પર તેમજ બગીચાના હાર્ડ પેવર બ્લોક ટ્રેક પર તૈયારી કરવા મજબૂર છે. રોડ પર દોડતાં મોટા વાહનોની અડફટે આવવાની અને ભયંકર અકસ્માત થવાની સંભાવના છે. બીજી તરફ બગીચાના હાર્ડ અને અવ્યવસ્થિત ટ્રેક માં પેવર બ્લોક ની સરફેસ યુવાનો નાં પગની ક્ષમતા અને સ્નાયુઓની ક્ષમતા પર ગંભીર અસર કરે એમ છે. મોટા શહેરો નાં લગભગ દરેક બાગમાં આપણને સારા નિતાર રેતાળ માટીની સરફેસ હોય છે. પેવર બ્લોક ની સરફેસ વોકિંગ કે રનિંગ માટે કે વોકીંગ માટે ઉપયુક્ત નથી એ વાતની લગભગ બધાને જાણ હોવી જોઈએ. આ બાબતે નગરપાલિકાના પદાધિકારીઓ નું ધ્યાન દોરાય તો નગરના ઘણાં યુવાનોની મુશ્કેલીઓ દૂર થઈ શકે એમ છે. તેવું લોક મૂકે સાંભળવા મળેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.