નોરતામાં દાતાઓએ 450 દીકરીઓને એક વર્ષના અભ્યાસની રકમ લહાણીમાં આપી
સી.જે. ગ્રૂપની પહેલ, 4 થી 12 ધોરણ માટે શૈક્ષણિક સહાય કરાઇ
નવરાત્રિ પર્વમાં રાજકોટના સી.જે. ગ્રૂપના સભ્યો અને દાતાઓએ લહાણી કરી દીકરીઓના અભ્યાસખર્ચ માટે માતા- પિતાની ચિંતા દૂર કરી છે. વેપારી, ઉદ્યોગપતિ, બિલ્ડરોએ ધોરણ 4થી 12 માં અભ્યાસ કરતી 450 દીકરીઓના અભ્યાસની જવાબદારી ઉઠાવી છે. આ સહાય નિરાધાર, ગરીબ પરિવારની દીકરીઓને જ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.