ભાભર તાલુકાની બરવાળા દૂધ ડેરીમા ગ્રાહકોનો પગાર ન ચુકવતા ખંભાતી તાળાં... - At This Time

ભાભર તાલુકાની બરવાળા દૂધ ડેરીમા ગ્રાહકોનો પગાર ન ચુકવતા ખંભાતી તાળાં…


ગ્રાહકો એ આક્ષેપ કરેલ કે ડેરીનો મંત્રી સટ્ટો રમી ગયો હોવાથી દૂધના પગારનું ચુકવણું કરેલ નથી...!બે વર્ષ પહેલાં પણ મંત્રીએ ડેરીમાં કૌભાંડ કરતાં હોબાળો થયેલ...?

સરહદી ભાભર તાલુકામાં લોકો મોટાભાગે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે પશુપાલકો દૂધ વેચીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે ત્યારે ભાભર તાલુકાના મલીપુરા,ભીમબોરડી અને બરવાળા ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે બરવાળા ગામે આવેલ બનાસ ડેરીના મંત્રીએ છેલ્લા દોઢ બે માસથી દૂધનો પગાર ત્રણ ગામોના ગ્રાહકોનો ચુકવવામાં આવેલ નથી.જેથી દુધના પગાર પર નિર્ભર લોકોની હાલત કફોડી બની ગયેલ છે ડેરીમાં તપાસ માટે ઓડીટ આવેલ જેમાં મંત્રીનું સમગ્ર કૌભાંડ બહાર આવતા ડેરીને તાળાં મારવામા આવેલ હોવાનું ગામ લોકો એ જણાવ્યું હતું.વધુમા જણાવ્યું હતું કે ડેરીને તાળાં મારતાં લોકોને આજુબાજુમા આવેલ બે થી ત્રણ કીલો મીટર દૂર ડેરીઓમાં દૂધ ભરાવા માટે જવું પડે છે આ બાબતે મંત્રી કરસનભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમનો મોબાઈલ સ્વીચ ઓફ હોવાનું જણાઇ આવેલ બનાસ ડેરીના સુપરવાઈઝર સહિત ડેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને ગ્રાહકો ને પગારના નાણાં ચૂકવવામાં આવે તેવી ગામ લોકો ની માંગ ઉઠવા પામી છે.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.