76 માં પ્રજાસત્તાક દિનની ગઢડાની શ્રી એમ એમ હાઇસ્કુલ માં થયેલી ભવ્ય ઉજવણી. - At This Time

76 માં પ્રજાસત્તાક દિનની ગઢડાની શ્રી એમ એમ હાઇસ્કુલ માં થયેલી ભવ્ય ઉજવણી.


ગઢડા શહેરમાં તા : 26/ 1 /2025 ને રવિવારના રોજ ભારત દેશનો 76મા પ્રજાસત્તાક દિન રાષ્ટ્રભાવના સાથે અને આદરણીય ગઢડા કેળવણી સમાજના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકરના હસ્તે ધ્વજ વંદન વિધિ સંપન્ન થયો .
આ પ્રસંગે ગઢડા કેળવણી સમાજ ના પ્રમુખશ્રી સંજયભાઈ ઠાકર કેળવણી મંડળના સભ્યશ્રીઓ શ્રી કિરીટભાઈ હુંબલ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ગઢડાના શ્રેષ્ટી શ્રીઓ શિક્ષણ પ્રેમીઓ નુતન ગર્લ્સ હાઇસ્કુલના આચાર્યશ્રી તેમજ સ્ટાફશ્રી શ્રી એમ.એમ હાઇસ્કુલ માં આચાર્યશ્રી ડો. સી .કે .કાનાણી, નગરપાલિકા, વિવિધ શાળાઓ અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજરોજ એમ એમ હાઇસ્કુલમા ભવ્ય રીતે અને રાષ્ટ્રભક્તિ પૂર્ણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ.
આ પ્રસંગે આ એન એસ એસ યુનિટના પ્રોજેક્ટ ઓફિસર શ્રી જે જે સાબલીયા સહિત 50 જેટલા સ્વયંસેવકોએ ધ્વજવંદન સાથે તમામ સેવાકીય પ્રવૃત્તિ પૂર્ણ કરી.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સંજયભાઈ ઠાકર પોતાના વક્તવ્યમાં વીર શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપેલ અને શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી આ અમૃત વર્ષ ભારત દેશને નવી ઊંચાઈએ લઈ જશે તેવી ભાવના સાથે નવા સપનાઓ જોવાના નવી વૃદ્ધિ કેળવવાની અને સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા મળે તેવું સુંદર કાર્ય કરવા માટે સૌ આગેવાનોએ આહવાન કરેલ.
ફ્લેગ હોસ્ટિંગની સંપૂર્ણ કામગીરી એમ.એમ હાઇસ્કુલ ના વ્યાયામ શિક્ષક શ્રી હરેશભાઈ ઝાખણીયા અને ધ્વજ વંદન કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી કે પી કણજારીયા એ કરેલ અને અન્ય જવાબદારીઓ શાળાના સુપરવાઇઝર શ્રી આર પી સિંધવ સહિત તમામ કર્મચારીઓએ નિભાવેલ.
કાર્યક્રમના અંતે સૌ બાળકો અને ગ્રામજનોએ પ્રસાદ લઈ છુટા પડેલ. આ પ્રસંગે એમ એમ હાઇસ્કુલ ના આચાર્ય શ્રી ડો. સી કે કાનાણીએ ખાસ કરીને એમએમ હાઈસ્કૂલની બહેનોએ બનાવેલ સુંદર રંગોળી ને વખાણેલ.

રિપોર્ટ.. ચંદ્રકાંત સોલંકી ગઢડા (સ્વાં)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image