સાયલા તાલુકામાં નડાળા ગામે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે - At This Time

સાયલા તાલુકામાં નડાળા ગામે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે


સાયલા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર નંબર-૧૧૪ નડાળા ખાવડીયા વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવામાં આવશે, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી-સાયલા ખાતેથી કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે તા. ૧૩-૦૬-૨૦૨૪ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-સાયલા ખાતે રજૂ કરવાનું રહેશે. ઇન્ટરવ્યૂ અંગે અરજદારોને હવે પછી તારીખ, સમય અને સ્થળની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં અરજદારે જરૂર આધાર પુરાવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, અભ્યાસ અંગેના સર્ટીઓ અને માર્કશીટ, જાતિનો દાખલો, રેશનકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવા સાથે લાવવાના રહેશે. તેમજ અરજી ફોર્મ સાથે પણ તે તમામ દસ્તાવેજની પ્રમાણિત નકલો જોડવાની રહેશે. ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.