વિરપુર તાલુકાના મોટા ભાગના પીકઅપ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં…
વિરપુર તાલુકાના પીકઅપ બસ સ્ટેન્ડની હાલત દિવસે દિવસે કથળતી જઇ રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાના વરસાદ વચ્ચે પણ મુસાફરો પીકઅપ બસ સ્ટેન્ડમાં ઉભા રહેવાનું જોખમ લેતાં નથી. કારણ કે મોટા ભાગના જર્જરિત સ્ટેન્ડ ગમે ત્યારે પડું પડું થઇ રહ્યાં છે. વિરપુરના જનતા સીનેમા પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડની હાલત જર્જરિત અને બિસમાર થતાં તેના નવીનીકરણ કરવાની માગ ઉઠી છે તાલુકાના ઘણા સમયથી મોટાભાગના પીક અપ સ્ટેન્ડના અનેક ભાગો હાડપિંજરની જેમ લટકેલા દેખાઈ રહ્યાં છે. આ પીક આપ સ્ટેન્ડનો સ્લેબ પરના પોપડા ઉખડી ગયા છે, મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ શિયાળાની ઠંડીમાં તેમજ ચોમાસામાં વરસાદી સમયમાં ગામના કે પરગામના મુસાફરો માટેની છત સમાન હોય છે આ પીક અપ સ્ટેન્ડ બિન ઉપયોગી થવા પામ્યા છે તો કેટલાક પીક અપ સ્ટેન્ડના આગળનો ભાગ તૂટી પડ્યો છે તાલુકાના મોટાભાગના પીકઅપ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં બન્યા છે તો કેટલાક પીક અપ સ્ટેન્ડ આસપાસ આંગણવાડી અને શાળાઓ પણ આવેલી છે, જો કોઈ બાળકો બસ સ્ટેન્ડ નજીક હોય અને જર્જરિત ભાગ તૂટે તો અકસ્માત નોતરે તેવું લોકોનું માનવું છે જ્યારે દિવસે દિવસે તાલુકાના જર્જરિત પીક અપ સ્ટેન્ડોની હાલત ખરાબ થઇ રહી છે જ્યારે કેટલાંક પીકઅપ સ્ટેન્ડની અંદરના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરના પ્લાસ્ટરના પોપડા પણ પડી રહ્યા છે જો કોઈ વ્યક્તિ પીકઅપ સ્ટેન્ડની અંદર ઉભો હોય અને પોપડો પડે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાઈ રહી છે સ્થાનિક લોકોની માંગણી છે કે તત્કાલીન ઝડપથી તાલુકાના જર્જરિત પીકઅપ સ્ટેન્ડને જમીન દોષ કરવામાં આવે નહીં તો આ પીકઅપ સ્ટેન્ડ આવનાર સમયમાં મોટી દુર્ઘટના સર્જે તો નવાઈ નહીં.....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.