આવતીકાલે જસદણમાં શ્રી રામનવમીના પાવન અવસરે અભૂતપૂર્વ (ન ભૂતો ન ભવિષ્યતી) ઘટના થશે
આવતીકાલે જસદણમાં શ્રી રામનવમીના પાવન અવસરે અભૂતપૂર્વ (ન ભૂતો ન ભવિષ્યતી) ઘટના થશે
આવતીકાલે જસદણમાં શ્રી રામનવમીના પાવન અવસરે અભૂતપૂર્વ (ન ભૂતો ન ભવિષ્યતી) ઘટના બનવા જઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જસદણ પ્રખંડ તથા શ્રી રામનવમી ઉત્સવ સમિતિ જસદણ દ્વારા પ્રભુ શ્રીરામની શોભા યાત્રા નું આયોજન કરવામાં આવેલું છે. આ શોભાયાત્રા 30.03.23 ગુરુવારના સવારે 8:30 કલાકે ગાયત્રી મંદિર થી નીકળી જસદણના રાજમાર્ગો પર ફરી વાજસૂર પરા ખાતે પૂર્ણ થશે. આ તકે સમગ્ર જસદણને કેસરી ધ્વજા પતાકાઓથી શણગારવામાં આવેલું છે તેમજ શોભાયાત્રા ને આવકારવા જસદણના અનેક મંડળો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. રસ્તામાં ઠેર ઠેર ચા,પાણી,નાસ્તા, સરબત ના સ્ટોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. જસદણના સમગ્ર હિન્દુ સમાજને સહપરિવાર આ શોભાયાત્રામાં જોડાવા આથી આહવાન કરવામાં આવે છે.
રિપોર્ટ વિજય ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.