સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઇ મેલેથીયોન પાઉડરનો છંટકાવ કરાયો
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઇ મેલેથીયોન પાઉડરનો છંટકાવ કરાયો*
******
સાબરકાંઠા જિલ્લામાં વાઇરલ એનકેફેલાઇટીસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના કેસને લઇ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ સાબરકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મેલેથીન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત પોશીના તાલુકાના ગામોમાં મેલેથીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા મેલેથીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને કાચા મકાનો નો સર્વે કરી જિનવટ પૂર્વક ડસ્ટિંગની કામગીરી કરાઈ રહી છે.
આ રોગ સેન્ડ ફલાયના કરડવાથી થાય છે અને ખાસ કરીને નાના બાળકોમાં વધારે જોવા મળે છે. આપના વિસ્તારમાં ૧૪ વર્ષથી નાના બાળકોમાં તાવ સાથે ઝાડા ,ઊલટી તથા ખેંચ જેવી તકલીફ જેવા બાળકો (શંકાસ્પદ ચાંદીપુરા) જણાય તો તાત્કાલીક આરોગ્ય વિભાગ નો સંપર્ક કરવો. આ રોગમાં યોગ્ય સમયે બાળકને સારવાર ન મળે તો ૪૮ થી ૭૨ કલાકમાં મરણ થતું હોય છે. જેથી ગંભીરતા સમજી તાત્કાલીક નજીકના દવાખાનામાં સંપર્ક કરવો.
******
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.