પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં છાત્રોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા ઉમદા હેતુસર ગણિતવિજ્ઞા મેળો યોજાયો - At This Time

પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં છાત્રોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા ઉમદા હેતુસર ગણિતવિજ્ઞા મેળો યોજાયો


વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગોખણીયા જ્ઞાનને બદલે ક્રિટિકલ થીંકિંગ અનિવાર્ય: ડો.વિરમભાઈ ગોઢાણીયા.*
ગોસા(ઘેડ) પોરબંદર તા.૧૫/૧૦/૨૦૨૩
*રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગથી જળ જમીન અને દૂષિતથઈ રહ્યું છે જમીનની કરી ફળદ્રુપતા ઘટી છે ડો. ઇશ્વર લાલ ભરડા*
શિક્ષણ શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં જિલ્લામાં મોખરાનું સ્થાન અને સૌથી વધારે વિદ્યાઅર્થીઓની સંખ્યા ધરાવતી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે તાજેતરમાં ગણિત વિજ્ઞાન બાળ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના ૭૪ બાળ વૈજ્ઞાનિકોએ ૫૦ વર્કિંગ મોડેલો પ્રદર્શિત કર્યા હતાં જેને વાલીઓએ નિહાળીને અભિભૂત થયાં હતા.
પ્રારંભમાં ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ઉત્સાહી આચાર્ય ભાવનાબેન અટારાએ ઉભરતી નવી પેઢીનું વિદ્યા વલણ વિજ્ઞાન-લક્ષી બને અને આજની ૨૧મી સદીના ડિજિટલ યુગમાં ચિંતન મનન કરતા થાય તેવા ઉમદા હેતુસર આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામા આવેલ હોવાનું જણાવી વિજ્ઞાન મેળાની રૂપરેખા આપી ઉપસ્થિત મહાનુભાવોને શબ્દ કુમકુમ વડે મીઠો આવકાર આપ્યો હતો. જીવનમાં દરેક તબક્કામાં આધુનિક અને સમાજ વિકાસ માટે વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક અભિગમ સુષુપ્ત શક્તિઓની ખીલવણી માટે વિજ્ઞાન ગણિત પર્યાવરણ જેવા પ્રદર્શનો એક પ્રબળ માધ્યમ છે. છાત્રોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેવા ઉમદા હેતુથી યોજાયેલા ગોઢાણીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે આ વિજ્ઞાન મેળા નું મંગલ દીપ પ્રગટાવીને ખુલ્લો મુકતા ટ્રસ્ટના પ્રમુખ ,જાણીતા દાતા, અને શિક્ષણપ્રેમી ડો.વિરમભાઈ ગોઢાણીયા એ જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી માં ગોખણીયા જ્ઞાનને બદલે ક્રિટિકલ થીંકીંગ આવશ્યક છે. વિશ્વ સાથે કદમ મિલાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ અનિવાર્ય છે તેમને બાળ વૈજ્ઞાનિકોની વિજ્ઞાન પ્રત્યેની રુચીને વિકસાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી શ્રીમતી શાંતાબેન ઓડેદરા એ જણાવ્યું હતું કે ડો.વિક્રમભાઈ સારાભાઈ સ્થાપિત ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન( ઈસરો )નો પરિચય આપી ઈસરોની ચંદ્રયાન -૧ સૂર્ય મિશન આદિત્ય-૧ ની સિધ્ધિ વર્ણવીને બાળકોમાં નાનપણથી જ રોપવામાં આવેલ વિજ્ઞાન અને ટેકનોલોજી નું જ્ઞાન પ્રદર્શના પ્રયાસને બીરદાવી બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.આં પ્રસંગે વર્કિંગ ટ્રસ્ટી ડો.હીનાબેન ઓડેદરા એ જણાવ્યું હતું કે બાળકોની જિજ્ઞાસા અને સહજવૃત્તિઓ સંતોષાય તે માટે આવા વિજ્ઞાન પ્રદર્શન વિજ્ઞાન પ્રત્યેની રુચિ વિકસાવે છે. પોરબંદરની ડો.વી આર ગોઢાણીયા બી એડ કૉલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. ઇશ્વર લાલ ભરડા એ પ્રદર્શનમાં કૃષિ વિભાગની કૃતિ નિહાળી જણાવ્યુહતુ કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકના ઉપયોગથી જળ જમીન અને પર્યાવરણ દૂષિતથઈ રહ્યું છે જમીનની ફળદ્રુપતા ઘટી છે ઉત્પાદનો આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે રાસાયણિક ખેતીથી ઉજ્જડ બની ગયેલી જમીનને પુનઃજીવિત કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી ગણાવી હતી.
આ વિજ્ઞાન મેળાની મુખ્ય થીમ ”સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી “હતી.જેના પેટા વિભાગોમાં (૧) લાઈફ પર્યાવરણ માટે જીવનશૈલી (૨) આરોગ્ય (૩) કૃષિ વિભાગ (૪) પ્રત્યાયન અને પરિવહન (૫) ઊર્જાના સ્ત્રોત અને (૬)ઇ લેક્ટ્રોનિક એમ છ વિભાગોનો સમાવેશ કરવામાં આવેલ હતો.
*પ્રાથમિક અને માઘ્યમિક વિભાગના નાના ૭૪ બાળ વૈજ્ઞાનિકોના ૫૦ વર્કીંગ મોડલો પ્રદર્શિત થયેલા જે વાલીઓ નિહાળી અભિભૂત બન્યા.*

આ વિજ્ઞાન મેળામાં ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ ૫૦ વર્કિંગ મોડલોને બે કલાકનિહાળી બાળ વૈજ્ઞાનિકો સાથે સંવાદ કરીને પ્રેરણા પૂરા પાડ્યા હતા. ભાવિ વિશ્વને બદલનારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંદર્ભે તૈયાર કરેલા આ વિજ્ઞાન મેળા માટે શાળાના આચાર્ય ભાવનાબેન અટારા અને સ્ટાફ પરિવારની દીર્ઘ દષ્ટિ માટે અભિનંદન પાઠવા હતા.રોબોટિકસ, ધબકતુ હૃદય,રૂબ એન્ડ ટ્યુબ,રિવર કલીનિંગ બોટ વર્કિંગ મોડલો આકર્ષણનું કેન્દ્ર બન્યાહતાં આ વિજ્ઞાન મેળામાં વિવિધ શાળાના આચાર્યો શ્વેતાબેન રાવળ,પૂજાબેન મોઢા , અનીતાબેન પંડ્યા, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો.કેતનભાઇ શાહ કન્યા,છાત્રાલયના એડ મિનિસ્ટ્રેટર કિરણબેન ખુટી,યોગ કોલેજના ડાયરેક્ટર જીવાભાઇ ખૂટી,ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી,હિસાબનીશ દીપેનભાઈ જોશી, શહેરની જાણીતી રોબેટિક લેબના સંચાલક સમીરભાઈ જોષી વનાભાઈ પરમાર અભયભાઇ પંડીત સાવનભાઈ કોટેચા,દિવ્યાબેન,કાલાણી સહિત ગોઢાણીયા,સંકુલના વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રોફેસરો સહિત બહોળા પ્રમાણમાં વાલીઓએ આ પ્રદર્શન નિહાળી અભિનંદન પાઠવ્યા.વિજ્ઞાન અને ટેકનોલોજીના વર્કિંગ મોડેલ અંગેના આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે આચાર્ય ભાવનાબેન અટરાના માર્ગદર્શન તળે ડો.ભાવનાબેન ગોરાણીયા, અક્ષય ડાભી,વિશાલ ગોરાણીયા,ખુશ્બુ વાઢેર,નિરાલી ચંદારાણા,કુછડીયા હિરલ, વત્સલ મજીઠીયા સહિત સ્ટાફ પરિવારે સારી જહેમત ઉઠાવી હતી અને વિજ્ઞાન મેળાને સફળ અનાવ્યો હતો. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને પોરબંદર ના ધારાસભ્ય અર્જુન ભાઈ મોઢવાડીયા, માજી સાંસદ ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા. ટ્રસ્ટી ભરતભાઈ વીસાણાં, સહિત સંકુલ પરિવારે આવા બાળ વૈજ્ઞાનિકો માટે વિજ્ઞાન ટેકનોલોજીમાં રૂચિનો વિકાસ કરવા આવા પ્રદર્શનોને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.