શનેશ્વર પાર્ટી પ્લોટ પાસે ચાર વ્યાજખોરના ત્રાસથી યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શનેશ્વર પાર્ટી પ્લોટ પાસે ચાર વ્યાજખોરોએ તોતીંગ વ્યાજ લઇ બે કાર, એક્ટીવા અને મકાન પર કબજો જમાવી ધમકીઓ આપતા ગણેશનગરના દર્પણ પાનસુરીયા નામના યુવકે કંટાળીને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ પર ગણેશનગરમાં રહેતા દર્પણ હંસરાજભાઇ પાનસુરીયા (ઉ.વ.23) ગઇરાત્રીના એક વાગ્યાની આસપાસ સનેશ્ર્વર પાર્ટી પ્લોટ પાસે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં સારવારમાં રહેલ યુવકે જણાવ્યું હતું કે તે પ્લાસ્ટીક બનાવવાનું કારખાનું ચલાવે છે અને ઘણા સમય પહેલા લાપાસરી ગામે રહેતા તેના કૌટુંબીક ભાઇ અને રામાપીર મઠના ભુવા હરેશ ધીરુભાઇ પાનસુરીયાને રુા. 85 લાખ હાથ ઉછીના આપ્યા હતા જે રુપિયા પરત આપતા ન હતા જેથી રુપિયાની ખેંચ આવતા વ્યાજખોર સાગર કાચા પાસે બે કાર ગીરવે મુકી ચાર લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. તેમજ ધર્મેશ ગઢવી નામના વ્યાજખોર પાસેથી પાંચ મહિના પહેલા સાત લાખ સાત ટકા લેખે, મકાનનું સાટાખત કરી લીધેલ હતાં. જે મકાન પર ધર્મેશ ગઢવીએ કબ્જો કરી લીધો હતો અને તે મકાન ઉપર લોન ચાલુ હોય બેંકવાળા યુવક પાસે હપ્તાની ઉઘરાણી કરતાં હતા તેમજ અન્ય વ્યાજખોર કિશોર ડાભી પાસેથી રુા. 8 લાખ અઢી ટકાના વ્યાજે મકાન ગીરવે મુકી લીધેલ હતાં. જે વ્યાજખોરે તેમનું મકાન વેંચી નાખવાની ધમકી આપતો હતો. તેમજ હર્ષિત નામના વ્યાજખોર પાસે એક્ટીવા ગીરવે મુકી 35 હજાર રુપિયા લીધેલ હતાં. જે ચારેય વ્યાજખોરો યુવક પાસે રુપિયાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોય જેથી કંટાળીને તેને આ પગલું ભર્યું હતું.બનાવ અંગે પોલીસે યુવકનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.