ઢોર ડબ્બે પુરાશે, પચાવી પાડેલી જમીન ખુલ્લી થશે - At This Time

ઢોર ડબ્બે પુરાશે, પચાવી પાડેલી જમીન ખુલ્લી થશે


રાજકોટમાં ખાનગી કે સરકારી જમીન પચાવી ત્યાં બાંધેલા પશુ ડબ્બે પૂરી દબાણ ખુલ્લા કરાવશે મનપા

​​​​​​​​​​​​​​એરપોર્ટ રોડ, પોલીસ હેડક્વાર્ટર અને વોંકળાઓમાં હાથ ધરાયું સંયુક્ત ઓપરેશન, 23 સ્થળે ડિમોલિશન, 14 પશુ ડબ્બે પુરાયા

રાજકોટ શહેરમાં સરકારી જગ્યાઓ ખાસ કરીને વોંકળા અને જમીનોની દીવાલોમાં વાડા બનાવીને ઢોર રાખીને દબાણ તેમજ ગંદકી કરવાનું પ્રમાણ ઘણું વધારે છે. જેને લઈને ટી.પી. શાખા અને પ્રાણીરંજાડ અંકુશ શાખાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ પ્રકારનુ રાજકોટનું આ પહેલુ ઓપરેશન છે જેમાં ફક્તને ફક્ત ઢોરયુક્ત દબાણ હોય તેના પર ધ્યાન અપાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.