ગુજરાત સરકાર નો સરાહનીય નિર્ણય બિન ખાતેદાર ખેડૂત ને ખાતેદાર થવાનો અવસર. બે વર્ષ માં પ્રમાણપત્ર મેળવી શકશે અને ત્યાર બાદ ત્રણ વર્ષ માં પુનઃખેડૂત બની શકશે. - At This Time

ગુજરાત સરકાર નો સરાહનીય નિર્ણય બિન ખાતેદાર ખેડૂત ને ખાતેદાર થવાનો અવસર. બે વર્ષ માં પ્રમાણપત્ર મેળવી શકશે અને ત્યાર બાદ ત્રણ વર્ષ માં પુનઃખેડૂત બની શકશે.


ગુજરાત સરકાર નો સરાહનીય નિર્ણય બિન ખાતેદાર ખેડૂત ને ખાતેદાર થવાનો અવસર.

બે વર્ષ માં પ્રમાણપત્ર મેળવી શકશે અને ત્યાર બાદ ત્રણ વર્ષ માં પુનઃખેડૂત બની શકશે.

ગુજરાત રાજ્ય સરકાર નો સરાહનીય નિર્ણય ૧લી મે ૧૯૬૦થી વિવિધ પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઇ હોય તેવા કેસોમાં બિન ખેડૂત થયેલા ખેડૂતો પુનઃ ખેડૂત થવા નો અવસર ખેડૂત પ્રમાણપત્ર માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે ગુજરાત રાજ્ય ના સ્થાપના કાળ એટલે કે ૧લી મે ૧૯૬૦થી વિવિધ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન થઇ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી શક્યા ન હોય તેવા ખેડૂતો એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સબંધિત જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે.ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયો હોય તેવા કેસમાં પણ ખેડૂત બની શકાશે, રાજ્ય સરકારનો નિર્ણય આવી અરજી મળ્યા પછી સંબંધિત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી જમીન, બિનખેતી થયા બાદ એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે જો કે ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખ થી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે.કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે. રાજ્ય સરકારને મળેલી સંખ્યાબંધ ફરિયાદોના અંતે આ નિર્ણય
કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા બાદ કોઈ
વિવિધ પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મળવાના કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆતો કરી છે. હાલ
રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને જમીન ખરીદવામાં મુશ્કેલી ન પડે તે માટે સરકારે ૨૬મી ડિસેમ્બર ૨૦૦૮ના ઠરાવથી સૂચવ્યું છે કે આવા ખેડૂતોને સબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી પ્રમાણપત્ર આપી શકશે.હવે આવા કેસોમાં ગુજરાતની સ્થાપના સમયથી બિન ખેડૂત બન્યાં હોય તેવા ખેડૂતોને પ્રમાણપત્ર આપવાની તક મળશે. મહેસૂલ વિભાગનો ઠરાવ પસાર થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સબંધિત જિલ્લા કલેકટર ને અરજી કરવાની રહેશે આવું પ્રમાણ પત્ર મળ્યા ના ત્રણ વર્ષ સુધી કોઈપણ જગ્યા એ ખેતી ની જમીન ધારણ કરી શકશે સંપૂર્ણ જમીન ની બિનખેતી થવા થી કે સંપાદન થવા થી બિન ખાતેદાર બનેલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ગુજરાત સરકાર ના નિર્ણય ને સર્વત્ર આવકારતા અગ્રણી રફીકભાઈ હુંનાણી એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના આ ઠરાવ પ્રસિદ્ધ થયા ના એક વર્ષ પહેલાં બિન ખેડૂત ને પણ આનો લાભ મેળવી શકશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.