જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ. - At This Time

જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.


મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને ગાંધીનગર સરસ્વતી હોલ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા આયોજન મંડળની બેઠક કલેકટર કચેરી, લુણાવાડા ખાતે યોજાઈ હતી.
જેમાં વર્ષ ૨૦૨૪-૨૫ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના છ તાલુકાઓ અને ત્રણ નગરપાલિકાઓ મળીને કુલ રૂ. ૯૩૫.૪૩ લાખના વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે.વધુમાં સંસદસભ્યની ગ્રાન્ટ સંબંધિત કામો વહેલી તકે પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું.
બેઠકમાં આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને મહીસાગર જિલ્લા આયોજન અધિકારી આર. જે. ગુપ્તા આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ,પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ ,લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ ,જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી ,જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ ,અધિક નિવાસી કલેકટર , પ્રાયોજના વહીવટદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.