કોમર્સ કોલેજ, મોડાસામાં થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ યોજાયો
ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસામાં તા:૨૭/૦૯/૨૦૨૨ ના રોજ કોલેજના સેમેસ્ટર-૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૨૫૫ વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્વારા ભાવી પેઢીને થેલેસેમિયા મેજર નામની બીમારીથી બચાવવાના ભાગ રૂપે આ પરીક્ષણ ફરજીયાત કરવામાં આવેલ છે. આ પરીક્ષણ દરમ્યાન કોલેજના પ્રભારી મંત્રીશ્રી સુભાષભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પરીક્ષણ કરાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પનું આયોજન રેડ ક્રોસના સહયોગથી કોલેજના આચાર્ય ડૉ.સુધીર જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.