એક્ટીવા સાથે અકસ્માત કરી ભાગી જનાર રીક્ષા ચાલકને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન - At This Time

એક્ટીવા સાથે અકસ્માત કરી ભાગી જનાર રીક્ષા ચાલકને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન


એક્ટીવા સાથે અકસ્માત કરી ભાગી જનાર રીક્ષા ચાલકને પકડી પાડતી બોટાદ નેત્રમ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન

તા.૨૪/૧૦/૨૦૨૩ ના રોજ એક અરજદાર બોટાદ ટાઉન પો.સ્ટે. ખાતે આવી જણાવેલ કે તા.૦૯/૧૦/૨૦૨૩ ના ક.૧૬/૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદી મહાદેવ પાર્ક પાળીયાદ રોડે થી પોતાની એક્ટીવા રજી.નં.GJ-03-EN-1124 નું લઈ એસ.પી. કચેરી ખાતે નોકરી પર આવતા હતા તે દરમ્યાન પવનસુત મેડીકલ પાસે એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા રોંગ સાઈડમાં આવી સામેથી એક્ટીવા સાથે અકસ્માત કરી નાશી ગયેલ હોય,તેની જાણ નેત્રમ ઇન્ચાર્જને થતા તેમના માર્ગદર્શન હેઠળ નેત્રમ ટીમ દ્વારા બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરી તે અજાણ્યા રીક્ષા ચાલકનો રજી.નં.GJ-09-AV-2896 શોધી કાઢી ત્યારબાદ ટેકનિકલ એનાલીસીસથી તા.૨૯/૧૦/૨૦૨૩ ના ક.૦૮/૪૪ વાગ્યે રીક્ષાનું એલર્ટ આવતા રીક્ષાને પકડી નેત્રમ ખાતે લાવી બોટાદ ટાઉન પો.સ્ટે.ને સોપતા બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરી ધોરણસરની કાર્યવાહી કરેલ.

એટ ધીસ ટાઈમ ન્યુઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.