ટ્રેનોમાં જ્વલનશીલ અને વિસ્ફોટક પદાર્થો વિરુદ્ધ સઘન અભિયાન - At This Time

ટ્રેનોમાં જ્વલનશીલ અને વિસ્ફોટક પદાર્થો વિરુદ્ધ સઘન અભિયાન


રેલવે પ્રોટેક્શન ફોર્સ ભાવનગર ડિવિઝન દ્વારા ભાવનગર ડિવિઝનમાં ચાલતી પેસેન્જર ટ્રેનોમાં મુસાફરો જ્વલનશીલ અને વિસ્ફોટક સામગ્રી સાથે મુસાફરી ન કરે તે અંગે હેડક્વાર્ટર તરફથી મળેલી માર્ગદર્શિકા મુજબ સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવી રહી છે.

જેમાં ભાવનગર ડિવિઝન ના 11 રેલવે સ્ટેશનો- ભાવનગર ટર્મિનસ, બોટાદ, જૂનાગઢ, વેરાવળ અને પોરબંદર તેમજ ધોળા, ગાંધીગ્રામ, ધંધુકા, જેતલસર, ઢસા, ગોંડલ વગેરે રેલ્વે સ્ટેશનો પર સતત વિશેષ ઝુંબેશ ચલાવીને 13 મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોં નું રેલવે પ્રોટેક્શન ફોર્સના 30 અધિકારીઓ અને સ્ટાફ દ્વારા દરરોજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, તેમજ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, રેલવે પ્લેટફોર્મ, રેલવે પરિસર, યાર્ડમાં સ્ટેબલ રેક, પાર્સલ‚ પાર્કિંગ જેવા મહત્વના સ્થળોએ પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ‚ લાઉડ હેલર વગેરે દ્વારા જાગરુકતા અભિયાન ચલાવવામાં આવ્યું. જેમાં જ્વલનશીલ અને વિસ્ફોટક પદાર્થ સાથે મુસાફરી કરતા લોકો સામે રેલ્વે એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 03 મુસાફરો ફટાકડા સાથે મુસાફરી કરતા ઝડપાયા છે, જેમની સામે રેલ્વે એક્ટની કલમ 164 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અભિયાન સતત ચાલુ રહે છે. તેવી યાદી માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.