વિસાવદર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવો ના દેવ ભગવાન ભોળાનાથ ની શોભાયાત્રા સંપન્ન
વિસાવદર ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવો ના દેવ ભગવાન ભોળાનાથ ની શોભાયાત્રા સંપન્ન
તાજેતરમાં વિસાવદર ખાતે શહેરની મધ્યમાં પોપટડી નદીને કાંઠે આવેલા અતિ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી અંતર્ગત જગ્યા ના મહંત પરમ પૂજ્ય હિરાપુરીબાપુ ની રાહબરી હેઠળ દેવોના દેવ ભગવાન ભોળાનાથ ની નગરયાત્રા (શોભાયાત્રા) નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ જે વિસાવદર શહેરના વિવિધ રસ્તાઓ પર બંમ બંમ ભોલે' હર હર મહાદેવ ના નાદ સાથે ડી જે ના તાલે ફરેલ જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભકતજનોને તેમજ ધર્મપ્રેમીજનતા જોડાયેલ શોભાયાત્રા મા શણગારેલા ટ્રેકટરો સાથે ડી. જે ના તાલે શોભાયાત્રા સંપન્ન થયેલ. શોભાયાત્રા દરમ્યાન શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભકતજનો માટે જુદી જુદી જગ્યાએ ઠંડા પીણાં તેમજ દૂધ કોલ્ડડ્રિન્ક, શરબત જેવી વ્યવસ્થા નું સુંદર આયોજન કરવામાં આવેલ. આમ દબદબાભર્યા ધાર્મિક માહોલ મા શોભાયાત્રા સંપન્ન થયેલ શોભાયાત્રા દરમ્યાન કરશનભાઈ વાડોદરિયા, રમણીકભાઈ દુધાત્રા,જસુભાઈ બસિયા ,વિરુ પટેલ,મનસુખભાઈ સૈયાગર, શૈલેષભાઈ ઝાલાવાડીયા, રમેશભાઈ ડોબરીયા, ભરતભાઈ હિરપરા, કિશોરભાઈ ડોબરીયા, રસિકભાઈ પરમાર,કિશોરભાઈ પાભર, ભરતભાઇ રિબડીયા, કેતનભાઈ સોલંકી, , અમિત પુરી ગૌસ્વામી,વિરેન્દ્રપરી ગૌસ્વામી તેમજ કૌશિકપુરી ગૌસ્વામી,ભરતભાઈ ચૌહાણ,જૂજર હિરાણી, રવિ કલસરિયા, હરેશ સુખડીયા તેમજ બહોળી સંખ્યામાં ભકતજનો, સેવકગણ ભાઈઓ, બહેનો, માતાઓ તેમજ બાળકો સહિતના ખાસ ઉપસ્થિત રહેલ આ ઉપરાંત શોભાયાત્રાને સફળ બનાવવા જગ્યાનાં તમામ સેવકગણે જહેમત ઉઠાવેલ
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.