આજીડેમ ચોકડી પાસેથી યુવકના ખિસ્સામાંથી આઇફોનની ચિલઝડપ - At This Time

આજીડેમ ચોકડી પાસેથી યુવકના ખિસ્સામાંથી આઇફોનની ચિલઝડપ


આજીડેમ ચોકડી પાસેથી મૂળ ભાવનગરના વતની યુવકની નજર ચૂકવી અજાણ્યાં શખ્સો તેના ખિસ્સામાંથી આઈફોનની ચોરી કરી નાસી છૂટતાં આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ઇન્દિરા સર્કલ પાસે જલારામ સોસાયટીમાં રહેતાં વિશાલભાઇ રમેશભાઇ મોકાણી (ઉ.વ.23) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.2 મા પ્રીસીઝન ગેસીફીકેશન પ્રોજેકટમાં છેલ્લા સાતેક મહિનાથી નોકરી કરે છે.
તેમની પાસે એપલ કંપનીનો આઈ ફોન -12 છે. ગઇ તા.29 ના તેઓને તેમના વતન ભાવનગર જવું હોય જેથી તે આજીડેમ ચોકડી પાસે કનૈયા હોટલની સામે ઉભેલ હતો.તેને તેમના શર્ટના ઉપરના ખિસ્સામાં આઈ ફોન રાખેલ હતો. ત્યાં ની ખુબ જ ભીડ હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ આઇસર ટ્રક ઉભુ રખાવેલ અને ત્યારે તેઓ આઇસરમાં દોડીને બેસવા ગયેલ ત્યારે ખીસ્સામાં રાખેલ આઈ ફોન જોવામા આવેલ નહિ. બાદમાં તપાસ કરતાં ફોન મળી ન આવતાં કોઈ અજાણ્યો શખ્સ રૂ.70900 નો આઇફોન ચોરી કરી નાસી છૂટ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.