મહિલા પ્રોફેસરે આચાર્ય પતિ સાથે ઝઘડો થતાં ફીનાઇલ ગટગટાવી લીધું
રાજકોટ,તા. 2
રાજકોટના નિર્મલા રોડ પર રહેતા મહિલા પ્રોફેસરે જસદણ કોલેજમાં આચાર્ય પતિ સાથેના ઝઘડાથી કંટાળી ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગેની વધુ વિગત અનુસાર રાજકોટના નિર્મલા રોડ પરની બાલ મુકુંદ સોસાયટીમાં રહેતા નમ્રતાબેન વિપુલભાઈ મહેતા (ઉ.વ.34) જેઓ રાજકોટની કુંડલીયા કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ગત રોજ તેઓ ઘરે હતા ત્યારે ફીનાઇલ પી લેતા બેભાન થઇ ઢળી પડ્યા હતા. જેમને તાત્કાલીક સારવારમાં અત્રેની સીવીલે ખસેડાયા હતા.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ સહિતનો સ્ટાફ સીવીલે દોડી જઇ આપઘાતનો પ્રયાસ કરતા મહિલા પ્રોફેસરનું નિવેદન નોંધ્યું હતું.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે સોની નમ્રતાબેને જસદણ કોલેજમાં આચાર્ય બ્રાહ્મણ વિપુલભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જે થોડા સમયથી બન્ને વચ્ચે કોઇ કારણથી ઝઘડાઓ થતાં રહેતાં હતાં.જેમનાથી કંટાળીને મહિલા પ્રોફેસરે પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.