ટેલીગ્રામ મારફતે ટાસ્ક પુરા કરવાના બહાને રૂા.19.82 લાખનું સાયબર ફ્રોડ
સાયબર ગઠીયાઓ સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકોને ખોટી લાલચ આપી રૂપિયા પડાવી લેતા હોય છે ત્યારે વધુ ચાર શહેરીજનો સાયબર છેતરપીંડીનો ભોગ બન્યા હતા.
જેમાં ટેલીગ્રામ મારફતે ટાસ્ક પુરા કરવા સ્ટોક માર્કેટમાં કમીશન અપાવવા, પોર્ટ પર એસાઈન્મેન્ટ આવેલ છે, સ્કાઈપ કોલીંગ કરી તેમજ રિવોર્ડ પોઈન્ટને રૂપિયામાં ક્ધવર્ટ કરાવવાના બહાના હેઠળ કુલ રૂા.25.73 લાખની છેતરપીંડી સાયબર માફીયાઓએ કરી હતી. જેમની સામે સાયબર ક્રાઈમની ટીમે ચારેય અરજદારોને રૂા.9.28 લાખ પરત કરાવ્યા હતા. નાયબ પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ એ સાયબર ફ્રોડનો ભોગ બનતા નાગરિકોની ફરિયાદની ઉંડાણપૂર્વક તપાસ કરી સંપૂર્ણ રકમ પરત અપાવવા માટેની આપેલ સૂચનાથી સાયબર ક્રાઈમ એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઈ એમ.એ.ઝણકાંત, કે.જે.મકવાણા, આર.જી.પઢીયાર અને ટીમે તપાસ હાથ ધરી ચાર અરજદારોને રૂપિયા 9.28 લાખ પરત કરાવ્યા હતા.
જેમાં રાજકોટમાં રહેતા ધર્મિષ્ઠભાઈ દીનકરાય ઓઝાએ આપેલ અરજીમાં જણાવ્યું હતું કે તેઓને મોબાઈલ પર ટેલીગ્રામ એપ પરથી ટાસ્ક આપી ટાસ્ક પૂરા કરવાના બહાને રૂપિયા 19.82 લાખની સાયબર છેતરપીંડી આચરી હતી. જેમના સાયબર ક્રાઈમની ટીમે રૂા.3.67 લાખ પરત કરાવ્યા હતા. જયારે અરજદાર કૃપાલ માંડવીયાએ ટેલીગ્રામમાંથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચમાં કટકે કટકે રૂા.90508 ગુમાવતા સાયબર ક્રાઈમની ટીમે અરજદારના તમામ રૂપિયા 90508 પરત કરાવેલ હતા તેમજ પંચાયતનગર ચોક, જય રેસીડેન્સીમાં રહેતા સચીન સુરેશલાલ શ્રીવાસ્તવ એ આપેલ અરજીમાં જણાવ્યું હતું કે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને મુંબઈ પોર્ટ પર એક એસાઈન્મેન્ટ આવેલ છે.
જે મુંબઈ પોર્ટ પર પકડાયેલ છે તેમાં પાસપોર્ટ, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવેલ હોય તેમને મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરવા કોન્ફરન્સ કોલમાં લઈ સ્કાઈપ નામની કોલીંગ મેસેજીંગ એપ ડાઉનલોડ કરાવડાવી રૂા.3 લાખ સાયબર ગઠીયાએ પડાવી લીધેલ હતા જેમાં સાયબર ક્રાઈમની ટીમે રૂા.2.70 લાખ પરત કરાવ્યા હતા.
ઉપરાંત અરજદાર સંજય માંકડે આપેલ અરજીમાં જણાવ્યું હતું કે તેમના મોબાઈલ પર ટેકસ મેસેજ આવેલ તેમાં એકસીસ બેન્કના રિવોર્ડ પોઈન્ટને રીન્ડમ ના કરે તો એકસપાયર થશે તેવુ જણાવ્યા મુજબ અજદારે આપેલ લીંક ઓપન કરી પોતાના બેંકની પર્સનલ માહિતી ભરતા રૂા.2.01 લાખની છેતરપીંડી થયેલ હતી જેમાં સાયબર ક્રાઈમની ટીમે અરજદારના ફ્રોડમાં ગયેલ તમામ રૂા.2.01 લાખ પરત કરાવેલ હતા
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.