પોરબંદરના બોખીરા, દ્વારકા તરફના જતા ભદ્રકાળી ફાટકના રસ્તાનું પેચવર્કનું કામ થતા લોકોએ હશેકારો અનુભવ્યો - At This Time

પોરબંદરના બોખીરા, દ્વારકા તરફના જતા ભદ્રકાળી ફાટકના રસ્તાનું પેચવર્કનું કામ થતા લોકોએ હશેકારો અનુભવ્યો


હરીશ ટોકીઝથી જ્યુબેલીના મે ઈન રસ્તામાં રેલ્વે ફાટક પાસે પડેલા ખાડાઓથી વાહન ચાલકોને પડતી હતી મુશેકલી.

ગોસા(ઘેડ) તા.૨૨/૧૨/૨૦૨૪
પોરબંદર ના હરીશ ટોકીઝથી જ્યુબેલી તરફ જતા મેઈન રોડ ઉપર કે જે પોરબંદર ના જ્યુબેલી, બોખીરા, થઈ ને દ્વારકા અને બરડા વિસ્તારના ગામડાઓમાં જવા માટે મુખ્ય રસ્તો હોય ત્યારે ભદ્રકાળી ફાટક ની આજુબાજુના રસ્તાઓમાં ખાડા પડી જવાનાં કારણે આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાની ફરિયાદો ઉઠવા પામેલ હતી.
પોરબંદરમાં હરીશ ટોકીઝ થી જ્યુબેલી તરફ જતા અને રેલ્વે હદમાં આવતા ભદ્રકાળી ફાટક પાસે ના રસ્તાઓમાં પડેલા ખાડાઓના કારણે લોકોને પડતી મુશ્કેલી પડતી હતી. જેમાં પણ ખાસ જયારે રેલ્વે નો ફાટક બંધ થાય અને ખુલે ત્યારે વાહનો નો ભારે ઘસારો ને ભીડ થતી હોય છે. તેવા સમયે રસ્તાઓમાં પડેલા ખડાઓના કારણે વાહનો પસાર કરવામાં ભારે મુશ્કેલી વાહનં ચાલકો અને પસાર થતા રાહદારીઓને પડતી હતી. જે ધ્યાને લઈ ને રસ્તાઓમાં પડેલા ખાડાના કારણે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે પોરબંદર છાંયા નગર પાલિકાના ઉસ્તાહી અને લોકોના કામ કરવામાં હંમેશા સતત પ્રવૃતિશીલ એવા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના સૂચન અને માર્ગદર્શન તળે ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન અને હમેશા માટે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરાવા માટે પ્રયત્નશીલ રહેતા એવા ધર્મેશભાઈ પરમાર નગરપાલિકાની ટીમ લઈને સાથે ઉભા પગે રહીને હરીશ ટોકીઝ થી જ્યુબેલી તરફ જતા મેઈન રસ્તા ઉપર રેલ્વે હદમાં આવતા ભદ્રકાળી ફાટકવાળા રસ્તાઓમાં પડેલા ખાડા ઉપર ડામર પેચવર્ક ની કામગીરી હાથ ધરી અને લોકોની રસ્તાઓ પ્રત્યે પડતી મુશ્કેલી દૂર કરવામાં આવી હતી. વાહનો પસાર કરવા પડતી હાડમારી થી છુટકારો મેળવવા ભાજપના યુવા નેતા ધર્મેશભાઇ પરમારના પ્રયાસોથી રસ્તાઓની પેચવર્કની કામગીરી થતા લોકોએ રાહતનો હાશકારો લીધો હતો. અને યુવાનેતા ધર્મેશભાઈ પરમારનો આ વિસ્તારના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.