દેશમાં મોનસૂન ટ્રેકર:યુપીના 450 ગામ પાણીમાં ગરકાવ થયા, બિહારમાં ગંગામાં પૂર; બંગાળમાં પૂરને કારણે 3ના મોત, મમતાએ કહ્યું- આ પૂર કેન્દ્ર સરકારની બેદરકારીનું પરિણામ
યુપીમાં સતત વરસાદને કારણે 21 જિલ્લાના 450થી વધુ ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. ગંગા, યમુના, ઘાઘરા, શારદા, સરયુ નદીઓમાં પૂર આવ્યું છે. કાનપુરના 2000 ઘર પૂરમાં ડૂબી ગયા છે. અનેક મકાનો ધરાશાયી થયા. 10 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ પટનામાં ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. વૈશાલીમાં પણ ગંગાના ઓવરફ્લોને કારણે રાઘોપુર દિયારાના રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે NH-5 (ભારત-તિબેટ) સહિત 37 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. જેમાં 3 લોકોના મોત થયા છે. 2.5 લાખ લોકો અસરગ્રસ્ત છે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું- આ કેન્દ્રનું ષડયંત્ર છે. આ પૂર કેન્દ્ર સરકારની બેદરકારીનું પરિણામ છે. આ પાણી બંગાળનું નથી, ઝારખંડનું છે. ઝારખંડ બોર્ડર 3 દિવસ માટે બંધ રાખવામાં આવશે. આ પાણી દામોદર વેલી કોર્પોરેશનના ડેમમાંથી છોડવામાં આવ્યું છે. DVCનું નિયંત્રણ કેન્દ્રના હાથમાં છે. તેમણે બંગાળમાં પાણી છોડ્યું છે. બિહારના કૈમુરમાં પૂર, NH-19 પર પૂરના પાણી ભરાયા બિહારના કૈમુરમાં કરમણસા નદીમાં ઉછાળો છે. જેના કારણે કૈમુરને ઉત્તર પ્રદેશ સાથે જોડતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. કૈમુરનો ઉત્તર પ્રદેશ સાથેનો સંપર્ક ખોરવાઈ ગયો છે. છપરામાં પણ NH-19 પર પૂરના પાણી વહી રહ્યા છે. સુપૌલમાં પુલનો એપ્રોચ કોસી નદીમાં ધોવાઈ ગયો હતો, જેના કારણે સુપૌલનો દરભંગા-મધુબની ગામો સંપર્કવિહોણા બન્યા છે. દિલ્હીમાં તાપમાન ઘટીને 21.1 ડિગ્રી, જે સપ્ટેમ્બરમાં 14 વર્ષમાં સૌથી ઓછું છે દિલ્હી-એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદને કારણે ગુરુવારે લઘુત્તમ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 14 વર્ષમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે. દેશભરમાંથી વરસાદ અને પૂરની 5 તસવીરો... 21 સપ્ટેમ્બરે ક્યાંય પણ ભારે વરસાદનું એલર્ટ નથી આ વખતે ચોમાસું સામાન્ય કરતાં વધુ 16 દિવસ એક્ટિવ રહેશે ચોમાસું વધુ 16 દિવસ એક્ટિવ રહેવાનું કારણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.