સંતરામપુર સંત હરસિદ્ધિ માતાજી મંદિર પાસે એસ.ટી.બસ માંથી ઇંગલિશ દારુ ની બોટલો પકડાઈ..... - At This Time

સંતરામપુર સંત હરસિદ્ધિ માતાજી મંદિર પાસે એસ.ટી.બસ માંથી ઇંગલિશ દારુ ની બોટલો પકડાઈ…..


સંતરામપુર પોલીસ ને મળેલ બાતમીના આધારે રાજસ્થાન ના ડુંગરપુર તરફથી સંતરામપુર તરફ વાયા કડાણા તરફથી આવતી એસટી બસ માં ઈંગ્લીશ દારુ લઈ ને કેટલાક ઈસમો બેઠેલા છે.જેથી સંતરામપુર પોલીસે સંત હરસિદ્ધિ માતાજી મંદિર પાસે નાકાબંધી કરેલ ને બાતમી વાળી એસટીબસ રાહ જોતા હતા.બાતમી વાળી એસટીબસ મંદિર પાસે આવતાં પોલીસે તે બસને ઉભી રાખીને સાઈડ પર લ ઈને બસ માં ચેકીંગ કરતાં બસમાં રાજસ્થાનના ખેરવાડા તાલુકાના નવ ઈસમો મુસાફરી કરતા હતા ને પોલીસ ને શંકા તેમના પર જતાં તેમના પાસે ની સ્કુલ બેગો ની ઝડતી કરતાં આ સ્કુલ બેગો માંથી વગરપાસપરમીટ વાળો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુની વિવિધ બ્રાન્ડ ની કુલ 155 જેટલી નાની મોટી બોટલો આરોપીઓ ના કબ્જા માંથી મળી આવેલ તેમજ મોબાઈલ ફોન નંગ આઠ અંદાજીત કિંમત રુપિયા 36,000.ના પોલીસે આ ગુનામાં કબજે લીધેલ.
પોલીસે આ ગુનામાં અંદાજીત કિંમત રુપિયા 47,280. ની કિંમત નો દારુ નો જથ્થો ને મોબાઈલ ફોન નંગ આઠ મળી ને કુલ રુપિયા 83,280. નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી‌.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.