વીઆઇપી રોડ અકસ્માત ઝોન બનતાં ઓવર બ્રિજ બનાવવાની માંગ સાથે જીલ્લા કલેકટરને રજૂઆત. - At This Time

વીઆઇપી રોડ અકસ્માત ઝોન બનતાં ઓવર બ્રિજ બનાવવાની માંગ સાથે જીલ્લા કલેકટરને રજૂઆત.


વડોદરા શહેરનો વીઆઈપી રોડ અકસ્માત ઝોન બનતા લોકોની સુરક્ષા મુદ્દે સામાજિક કાર્યકર્તા દ્વારા ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સમસ્યાનો નિકાલ લાવવા રજૂઆત કરી હતી . તાજેતરમાં વડોદરા શહેરના ફતેગંજ બ્રિજથી એરપોર્ટ તરફના માર્ગ ઉપર અસંખ્ય અકસ્માતોમાં કેટલાક વ્યક્તિના મોત નીપજવાની સાથે ગંભીર ઇજાઓ પહોંચી છે . વડોદરા શહેરમાં નેતાઓની આગતા સ્વાગતા માટે રાતોરાત રોડ - રસ્તા સહિતની ચળકાટ મારતી સુવિધાઓ ઉભી થઈ જાય છે , પરંતુ નગરજનોની સુરક્ષા સુવિધાની વાત આવે ત્યારે તંત્ર વામણું પુરવાર થાય છે . ત્યારે આજરોજ સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર સહિતના નાગરિકોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે , ફતેગંજ બ્રિજથી એરપોર્ટ તરફના માર્ગ ઉપર સ્પીડ બ્રેકર , ટ્રાફિક ચિન્હો , ઝિબ્રા ક્રોસિંગનો અભાવ છે . સીસીટીવી કેમેરા બંધ છે . ટ્રાફિક બ્રિગેડ ઉપર સુરક્ષા સુવિધાની કામગીરી ઢોળવામાં આવે છે . 6791 વ્યૂસ સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે , મારી માંગણી છે કે પગપાળા અંડર ગ્રાઉન્ડ રસ્તો તેમજ જરૂરી સુવિધા યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવે જેથી અકસ્માત થતાં અટકે અને કોઈનો જીવ બચાવી શકાય તેમ છે . મંજાલપુર અત્રે નોંધનીય છે કે , માત્ર દોઢ મહિનાના સમયગાળામાં ચાર વ્યક્તિએ આ સ્થળે જીવ ગુમાવ્યા છે . તેમજ અકસ્માત સર્જનાર આરોપીઓને સીસીટીવી કેમેરા બંધ હોવાથી મોકળું મેદાન મળ્યું છે . અત્રે ઉલ્લેખનીય છે કે , ગઇકાલે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મુદ્દે એલ . એન્ડ . ટી . સર્કલ પાસે આમરણાંત ઉપવાસ શરૂ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.