અખાત્રીજના દિવસે બાળલગ્નની ૧૦ ફરિયાદ મળતા તંત્ર દોડતું થયું
ફરિયાદને લઇ બાળ સુરક્ષા વિભાગે સ્થળ ઉપર દોડી જઈને ૩ બાળલગ્નો અટકાવ્યાં. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અખાત્રીજના દિવસે બાળલગ્નોના દૂષણને નાથવા માટે તંત્રએ આગોતરી તૈયારીઓ કર્યા પછી બાળલગ્નોની ૧૦ ફરિયાદો બાળ સુરક્ષા વિભાગને મળતાં તંત્ર દોડતું થયું હતું. જેમાં સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ કરતાં માત્ર 3 બાળલગ્નો થતાં હોવાનું જણાયું હતું. જેથી તેને અટકાવવામાં આવ્યાં હતાં. જ્યારે ૭ બાળલગ્નની ફરિયાદમાં તપાસ કરતાં કોઈ તથ્ય જણાયું ન હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.