કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના નેતૃત્ત્વ હેઠળ પુનઃ દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ - At This Time

કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના નેતૃત્ત્વ હેઠળ પુનઃ દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ


કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના નેતૃત્ત્વ હેઠળ પુનઃ દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ

પ્રભાસ પાટણ વિસ્તારમાં રસ્તાની માર્જીન પરના ગેરકાયદેસર કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા
ગીર સોમનાથ,૧૧મી નવેમ્બર.:
જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણના શંખ સર્કલથી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તાની બાજુમાં આવેલ ૪૧ કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેનાથી આશરે ૨૦ કરોડની કિંમતની ૫,૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી.

ઉપરાંત,પ્રભાસ પાટણમાં આવેલ પવિત્ર યાત્રા સ્થળ ત્રિવેણી ઘાટની બહારના ભાગમાં આવેલ ૩૫ જેટલા લારી,ગલ્લા, કેબિનો પ્રકારના કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જેનાથી આશરે ૧૫૦૦ ચો.મી. જમીન ખુલ્લી થયેલ છે.

આમ, આ જાહેર રસ્તા પરના ગેરકાયદેસર દબાણ દૂર થવાથી રસ્તા પર થતા અકસ્માતમાં ઘટાડો થશે અને શ્રી સોમનાથ મંદિર ખાતે આવતા યાત્રાળુઓની પડતી અડચણો ઓછી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.