હિંમતનગર બી ડીવીજન પો.સ્ટેના ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ - At This Time

હિંમતનગર બી ડીવીજન પો.સ્ટેના ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ


હિંમતનગર બી ડીવીજન પો.સ્ટેના ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરીઓના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.

તા.૧૧/૦૯/૨૪ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૫૬૨૪૦૮૨૯/૨૦૨૪ બી.એન.એસ કલમ. ૩૩૧ (૩),૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુન્હાના કામે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસમા હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ તથા આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની ઇકો ગાડી નંબર.GJ 01 RG 6672 ની અંદર ઉપરોક્ત ગુન્હાનો ચોરીનો મુદામાલ ભરેલ છે જે મુદ્દામાલ હિમતનગર શહેરમાં વેચવા જનાર છે જેથી મહેતાપુરા જકાતનાકા પાસે રોડ ઉપર વોચમાં ઉભા હતા તે દરમ્યાન ઉપરોક્ત હકીકતવાળી ઇકો ગાડી પાણપુર પાટીયા બાજુથી આવતી હોય જેને રોકી ગાડીની અંદર જોતા ત્રણ ઇસમો બેસેલ હોય જે ઇસમોનુ વારફરથી નામઠામ પુછતા (૧)સમીર સ/ઓ હુશેનભાઈ બાદશાખાન શેખ ઉવ.૨૫ હાલ રહે,જાવેદ વસીમ મસ્જીદ પાસે, ઝહીરાબાદ, હિમતનગર જી.સા.કાંઠા મુળ રહે,નવા ગંભીરપુરા વસાહત, ઈડર જી.સા.કાંઠા (૨) મોયુદ્દીન ઉર્ફે મોઈન, મુનવરખાન શેખ ઉ.વ-૨૦ રહે,હુસેનાબાદ માળીના છાપરીયા, હિમતનગર જી.સા.કાંઠા (૩) સાહીલ હબીબભાઈ શેખ ઉવ.૨૩ રહે,હુસેનાબાદ માળીના છાપરીયા હિમતનગર જી.સા.કાંઠાના હોવાનુ જણાવતા હોય સદરી ઇકો ગાડીમાં જોતા પ્લાસ્ટીકની કોથળીઓમાથી ૨૦ કિ.ગ્રાના લોખંડના બાટ નંગ.૧૧ તથા ૧૦ કિ.ગ્રાના લોખંડના બાટ નંગ.૧૦ તથા ૦૫ કિ.ગ્રાના લોખંડના બાટ કુલ નંગ.૦૮ તથા લોખંડનો પરચુરણ ભંગાર આશરે ૨૬૦ કિ.ગ્રા વજનનો જેની અંદર જોતા લોખંડની ચેનલો, લોખંડના સળીયા, લોખંડની પાટો વિગેરે તથા કોપરનો ભંગાર આશરે ૨૧ કિ.ગ્રા જેટલો હોય તથા લોખંડ કાપવાના જુના કટર મશીન કુલ નંગ.૦૪ તથા બ્રેકર મશીન નંગ.૦૧ હોય જે મુદ્દામાલ બાબતે સદરી ઇસમોને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા ઉપરોક્ત તમામ ઇસમોએ હસીમભાઇ હફીજભાઈ શેખ સાથે મળીને સદર મુદ્દામાલ બે દીવસ અગાઉ હિંમતનગર-વિજાપુર રોડ ઉપર આવેલ સાબર સ્કેપ વર્કસ નામની ભંગારની દુકાનમાથી ચોરી કરેલ હોવાનું જણાવતા હોય જેથી કુલ મુદ્દામાલ કિ.રુ. ૪૫,૪૦૦/- તેમજ ઈકો ગાડીની કિ.રૂ.૦૨,૫૦,૦૦૦/-ની ગણી જેથી તમામ મુદ્દામાલ કિ.રૂ.૨,૯૫,૪૦૦/-નો ગણી તપાસ અર્થે કબજે લઈ ગુન્હાના કામે આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

ગુન્હાના કામે રીકવર કરેલ મુદ્દામાલ -

(૧) ૨૦ કિ.ગ્રાના લોખંડના બાટ નંગ- ૧૧ જેની કિ.રૂ. ૭,૭૦૦/-

(૨) ૧૦ કિ.ગ્રાના લોખંડના બાટ નંગ-૧૦ જેની કિ.રૂ.૩,૫૦૦/-

(૩) ૦૫ કિ.ગ્રાના લોખંડના બાટ કુલ નંગ-૦૮ જેની કિ.રૂ.૧,૪૦૦/-
(૪) લોખંડનો પરચુરણ ભંગાર આશરે ૨૬૦ કિ.ગ્રા જેની કિ.રૂ.૯૧૦૦/-

(૫) કોપરનો ભંગાર આશરે ૨૧ કિ.ગ્રા જેની કિ.રૂ.૧૪,૭૦૦/-

(૬) લોખંડ કાપવાના જુના કટર મશીન કુલ નંગ-૦૪ જેની કિ.રૂ.૪,૦૦૦/-

(૭) બ્રેકર મશીન નંગ-૦૧ જેની કિ.રૂ.-૫,૦૦૦/-

(૮) ઇકો ગાડી નંબર.GJ 01 RG 6672 જેની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૨,૯૫,૪૦૦/-

> પકડવાનો બાકી આરોપી

(૧) હસીમભાઇ હફીજભાઈ શેખ રહે, પોલાજપુર પાટીયા તળાવ પાસે,હિમતનગર

> કામગીરી કરનાર અધીકારી કર્મચારી

(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર (૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ

(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઇ

(૪) આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ

(૫) અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ

(૬) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ

(આર.ટી.ઉદાવત) પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર બી ડીવી પો.સ્ટે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.