વિધાનસભા ચૂંટણી 2024:જમ્મુ-કાશ્મીરમાં 43% વધુ મહિલા ઉમેદવારો મેદાનમાં; જેમાં 20 અપક્ષ તરીકે ચૂંટણી લડશે
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે 25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં એક દાયકા બાદ કલમ 370ની નાબૂદી પછી આ પ્રથમ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મહિલા ઉમેદવારોની વધુ ભાગીદારી જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે સ્વીકૃત 873 ઉમેદવારીપત્રોમાંથી 40 મહિલાઓનાં છે. જેમાંથી 20 મહિલાને રાજકીય પક્ષોએ ટિકિટ આપી છે, જ્યારે 20 અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. 18 સપ્ટેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 9 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. બીજા તબક્કામાં 6 મહિલાઓ મેદાનમાં છે અને અંતિમ તબક્કામાં 25 મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે. 2014માં 28 મહિલાઓએ 87 વિધાનસભા મતવિસ્તારો માટે ચૂંટણી લડી હતી. જેમાંથી 21 મહિલાઓને રાજકીય પક્ષોએ ટિકિટ આપી હતી, જ્યારે 7 અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. મહિલાઓને લઈને રાજકીય પક્ષોના સંકલ્પપત્રમાં મુખ્ય વાયદાઓ
ભાજપ- સંકલ્પપત્રમાં ‘મા સન્માન યોજના’ના માધ્યમથી જમ્મુ-કાશ્મીરનાં દરેક ઘરની સૌથી વરિષ્ઠ મહિલાને દર વર્ષે 18 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. 50 હજાર લખપતિ દીદી અને ઉજ્જ્વલા લાભાર્થીઓને દર વર્ષે 2 મફત એલપીજી સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ- ‘મહિલા સન્માન યોજના’ હેઠળ મહિલાઓના ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરાશે. 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન.
નેશનલ કોન્ફરન્સ- ઘોષણાપત્રમાં મહિલાઓ માટે વાયદાઓ કરાયા છે કે ઘરની મોભી મહિલાને આર્થિક લાભ આપવામાં આવશે. મહિલા ઉદ્યમીઓ માટે યોજનાઓ અને મફત સિલિન્ડરનું વચન આપવામાં આવ્યું છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી-મુફ્તીની પાર્ટીએ શૌચાલય, પાર્ક અને કૌશલ્ય કેન્દ્ર બનાવવાની વાત કરી છે. મહિલા ઉમેદવારોની નજરમાં
માત્ર મહિલાઓના જ મુદ્દાઓ
{પીડીપીનો એક ઉભરતો યુવા ચહેરો ઇલ્તિજા મુફ્તી છે, જે દક્ષિણ કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડી રહી છે. તે કહે છે કે હું એમ નહીં કહું કે હું રાજકારણમાં પ્રવેશીશ અને પછી પરિસ્થિતિ બદલાવા લાગશે. જો રાજકારણમાં વધુ મહિલાઓ હશે તો મહિલાઓની સમસ્યાઓ ઝડપથી હલ થશે. સામાન્ય મહિલાઓના પ્રશ્નો રાજકીય પક્ષો કરતા અલગ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.