ગોંડલની યુવતીને રાજકોટની હોટલમાં લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું, ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા જેલહવાલે - At This Time

ગોંડલની યુવતીને રાજકોટની હોટલમાં લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું, ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા જેલહવાલે


રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતી યુવતીને મુસ્‍લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાની ફરીયાદમાં આરોપીએ કરેલી જામીન અરજી સેશન્‍સ કોર્ટ ફગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી મુસ્લિમ યુવાન રાજકોટના ફુલછાબ ચોકમાં આવેલ હોટલમાં યુવતીને લઇ જઇ ધર્મ પરીવર્તન કરવાનું કહી આપણા નિકાહ થઇ ગયા છે એમ કહી દુષ્‍કર્મ આચરી બાદમાં યુવતીના ફોટા-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પરથી આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવતા આરોપીએ જામીન પર છૂટવા અરજી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.