જૂન-૨૦૨૦થી ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં ૪,૨૩,૫૫૯ ભારતીય કામદારો ઇસીઆર દેશોમાંથી પરત ફર્યા - At This Time

જૂન-૨૦૨૦થી ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં ૪,૨૩,૫૫૯ ભારતીય કામદારો ઇસીઆર દેશોમાંથી પરત ફર્યા


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૧કોરોના કાળ જૂન,
૨૦૨૦થી ડિસેમ્બરત ૨૦૨૧ દરમિયાન કુલ ૪,૨૩,૫૫૯ ભારતીય
માઇગ્રન્ટ વર્કર ઇસીઆર દેશોમાંથી ભારત પરત ફર્યા છે. આ કામદારોમાંથી અડધાથી વધુ
કામદારો યુએઇ અને સઉદી અરેબિયામાંથી પરત ફર્યા છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું
છે.ઇમિગ્રેશન એક્ટ,
૧૯૮૩ અનુસાર ઇમિગ્રેશન ચેક રિકવાયર્ડ (ઇસીઆર) કેટેગરીવાળા ભારતીય પાસપોર્ટ
હોલ્ડરોને ૧૮ દેશોમાં જવા માટે ઓફિસ ઓફ પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રન્ટ્સ (પીઓઇ) પાસેથી
ઇમિગ્રેશન ક્લીયરન્સ મેળવવું પડે છે. આ ૧૮ ઇસીઆર દેશોમાં મોટે ભાગે ખાડીના દેશોનો
સમાવેશ થાય છે. વિદેશી બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વી મુરલીધરને જણાવ્યું
હતું કે જૂન ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ સુધીના સમયગાળામાં ૪,૨૩,૫૫૯ કામદારો ભારત
પરત ફર્યા હતાં. આ ડેટા ઇમાઇગ્રેટ સિસ્ટમને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જૂન,
૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૧
સુધીમાં ઇસીઆર દેશોમાંથી ભારત પરત ફરેલા ભારતીયો પૈકી ૧,૫૨,૧૨૬ યુએઇમાંથી, ૧,૧૮,૦૬૪ સઉદી
અરેબિયામાંથી, ૫૧,૨૦૬ કુવૈતમાંથી, ૪૬,૦૦૩ ઓમાનંમાંથી
અને ૩૨,૩૬૧
કતારમાંથી પરત ફર્યા હતાં. ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને
પરત લાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલયે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે મળીને
વંદે ભારત મિશન(વીબીએમ)ની શરૃઆત કરી હતી.ઇમાઇગ્રેટ પોર્ટલ અનુસાર ૧ જાન્યુઆરી, ૨૦૨૦થી ૩૦ જૂન, ૨૦૨૨ સુધીમાં
ઇસીઆર દેશો માટે કુલ ૪,૧૬,૦૨૪ ઇમિગ્રેશન
કલીયરન્સને મંજૂરી આપવામાં આવી હતી. જૂન,
૨૦૨૦થી ડિસેમ્બર, ૨૦૨૧
દરમિયાન ૧,૪૧,૧૭૨ ભારતીયો ભારત
છોડીને ખાડીના છ દેશો બેહરીન,
કુવૈત, ઓમાન, 
કતાર,
સઉદી અરેબિયા અને યુએઇમાં કામ કરવા ગયા હતાં. ૧૮ ઇસીઆર દેશોમાં અફઘાનિસ્તાન, બેહરીન, ઇન્ડોનેશિયા, ઇરાક, જોર્ડન, કુવૈત, લેબેનોન, લિબિયા, મલેશિયા, ઓમાન, કતર, સઉદી અરેબિયા, સુદાન, દક્ષિણ સુદાન, સિરિયા, થાઇલેન્ડ, યુએઇ અને ઓમનનો
સમાવેશ થાય છે.   

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.