ભાસ્કર ખાસ:કેન્સરના 40% કેસ ખરાબ લાઈફસ્ટાલના લીધે, 19% ધૂમ્રપાન જ્યારે 14% કેસ પાછળ મેદસ્વિતા જવાબદાર - At This Time

ભાસ્કર ખાસ:કેન્સરના 40% કેસ ખરાબ લાઈફસ્ટાલના લીધે, 19% ધૂમ્રપાન જ્યારે 14% કેસ પાછળ મેદસ્વિતા જવાબદાર


કેન્સર જેવી ઘાતક બીમારીને રોકવાની સૌથી શ્રેષ્ઠ રીત એ છે કે તેને થતાં પહેલાં જ રોકવી. અમેરિકન કેન્સર સોસાયટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે કેન્સરના 40% કેસ અને કેન્સરથી થનારાં લગભગ 50% મોત આપણી ખોટી લાઈફસ્ટાઈલને કારણે થાય છે. સંશોધન અનુસાર સિગારેટ પીવી, ફિઝિકલ એક્ટિવિટી ન હોવી, મેદસ્વિતા અને દારૂનું સેવન કેન્સરનાં 4 મોટાં કારણો છે. સ્ટડીના પ્રમુખ શોધકર્તા ડો. ફરહદ ઇસ્લામી અનુસાર ધૂમ્રપાન છોડવાથી ફેફસાંના કેન્સરનું જોખમ ઘણી હદે ઘટી શકે છે. જો પુરુષ તેના જીવનકાળમાં ક્યારેય સ્મોકિંગ ન કરે તો કેન્સરનું જોખમ 56% ઘટી જાય છે. ત્યારે, મહિલાઓમાં 39.9% જોખમ ઘટી જાય છે. દુનિયાભરમાં કેન્સરના 19.3% નવા કેસોનું કારણ સ્મોકિંગ છે. ધૂમ્રપાન છોડવું ફેફસાંના જોખમને ઘણી હદ સુધી ઘટાડે છે. ડો. ફરહદ કહે છે કે મેદસ્વિતા કેન્સર માટે બીજું સૌથી મોટું કારણ છે. આ કેન્સરના 7.6% નવા કેસમાં યોગદાન આપે છે. સ્વસ્થ વજન જાળવવું અને સંતુલિત આહાર લેવો કેન્સરનાં જોખમને ઘટાડવા ઘણું મહત્ત્વપૂર્ણ છે. ડો. ફરહદ અનુસાર પર્યાપ્ત ફિઝિકલ એક્ટિવિટી ન થવી કેન્સરનું ત્રીજું સૌથી મોટું કારણ છે. ડબ્લ્યુએચઓ અનુસાર પૂરતી ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી કેન્સરનું જોખમ 7% સુધી વધી જાય છે. હકીકતમાં નિયમિત વ્યાયામ કરવાથી શરીરમાં ઊર્જા સંતુલન જળવાઈ રહે છે અને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળે છે. કેન્સરનું ચોથું મોટું કારણ વધુ પડતું દારૂનું સેવન છે. જે કેન્સરના જોખમને અનેકગણું વધારે છે. દારૂનું સેવન 4% નવા કેસ માટે જવાબદાર છે. શોધમાં દાવો-કેન્સરના 18 લાખ કેસ રોકી શકાતા હતા
શોધ અનુસાર 2019માં કેન્સરના કુલ 4.5 કરોડ કેસ સામે આવ્યા. જેમાંથી 18 લાખ કેસ અટકાવી શકાય તેવાં પરિબળોના હતા. તેમાં લંગ્સના કેન્સરના સૌથી વધુ કેસ હતા. પુરુષોમાં 104,410 અને મહિલાઓમાં 97,250 ફેફસાંના કેન્સરને રોકી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.