ઉત્તરકાશીમાં ઠંડીના કારણે 5 ટ્રેકર્સના મોત:8 હજુ પણ ફસાયેલા, 10ને બચાવી લેવાયા; હવામાન પલટાવાને કારણે રસ્તો ભુલી ગયા હતા
ઉત્તરકાશીમાં 4400 મીટરની ઉંચાઈ પર આવેલ સહસ્ત્રતાલ ટ્રેકિંગ માટે ગયેલા 22 સભ્યોના ગ્રુપમાંથી 5 સભ્યો ઠંડીને કારણે મોતને ભેટ્યા હતા. ટીમના 8 સભ્યોની તબિયત ખરાબ છે. તેમનું રેસ્ક્યુ કરવા માટે જમીન અને હવાઈ માર્ગે પ્રયાસો ચાલુ છે. જીવ ગુમાવનાર ચાર સભ્યોના મૃતદેહ હજુ પણ ટ્રેકિંગ રુટ પર છે. 4 જૂને જ તેમનું મોત થયું હતું. બાકીના 10 ટ્રેકર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, તેમની તબિયત અંગે હજુ સુધી કોઈ અપડેટ મળ્યું નથી. SDRF ઉત્તરાખંડ પોલીસની બે ટીમોને બચાવ માટે દેહરાદૂનથી મોકલવામાં આવી છે. આ સાથે MI-17 હેલિકોપ્ટર સાથેની ટીમને બેકઅપ તરીકે રાખવામાં આવ્યા છે. કમાન્ડર મણિકાંત મિશ્રાએ બ્રીફિંગ બાદ રેસ્ક્યૂ માટે ટીમો મોકલી હતી. દુર્ઘટના સંબંધિત તસવીરો... રેસ્ક્યૂ માટે સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે.
માહિતી મળતાં એજન્સીએ ટ્રેકર્સની પણ તપાસ કરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. આ પછી સંબંધિત એજન્સીએ ઉત્તરકાશી ડીએમને જાણ કરી. ત્યાર બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બુધવારે સવારે પણ હેલિકોપ્ટર દ્વારા બચાવ માટે ટીમો મોકલવામાં આવી હતી. ડીએમએ જણાવ્યું કે ટ્રેકિંગ એસોસિએશને સિલ્લા ગામના લોકોને પણ ઘટનાસ્થળે મોકલ્યા છે. આ ઉપરાંત ટિહરી જિલ્લાને પણ પોલીસ અને વન વિભાગની ટીમોને ઘટનાસ્થળે મોકલવા વિનંતી કરવામાં આવી છે. બચાવી લેવામાં આવેલા ટ્રેકર્સના નામ (અન્ય 5 લોકોની વિગતો હજુ સુધી સામે આવી નથી. આ તમામ લોકો બેંગલુરુ (કર્ણાટક)ના રહેવાસી છે. તમામની હાલત સ્થિર છે) 7 જૂને પરત ફરવાની તૈયારીઓ હતી
29 મેના રોજ 22 સભ્યોની ટ્રેકિંગ ટીમ સહસ્ત્રતાલ ટ્રેક પર ગઈ હતી. તેમાં કર્ણાટકના 18 સભ્યો, મહારાષ્ટ્રના એક સભ્ય અને ત્રણ સ્થાનિક ગાઈડનો સમાવેશ થાય છે. આ ગ્રુપ મલ્લ-સિલ્લાથી કુશ કુલ્યાણ બુગ્યાલ થઈને સહસ્ત્રતાલ સુધી ટ્રેકિંગ માટે નીકળ્યું હતું. આ ટ્રેકિંગ ટીમ 7 જૂન સુધીમાં પરત આવવાની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પરત ફરતી વખતે આ ટીમ 2 જૂને કોખલી ટોપ બેઝ કેમ્પ પહોંચી હતી. 3 જૂને સૌ સહસ્ત્રતાલ જવા નીકળ્યા. આ દરમિયાન હવામાન અચાનક પલટાયું હતું. બરફ પડવા લાગ્યો. ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. આના કારણે ગ્રુપ તેમનો રસ્તો ભટકી ગયુ હતું. આ માહિતી ટ્રેકર્સ દ્વારા પર્વતારોહણ અને ટ્રેકિંગ એજન્સીને આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.