ઉંઝા એમડી ડ્રગ્સની ગેંગના 6 આરોપીઓ પૈકી 4 ઝડપાયા
ઊંઝા,તા.18ઊંઝાના ૨.૩૦ લાખના ચકચારભર્યા એમડી ડ્રગ કેસમાં કુલ છ ઈસમો
પૈકી ઊંઝાના ચાર ઈસમો ઝડપાયા છે. જ્યારે મુખ્ય બે સપ્લાયરો હજુ ફરાર છે. છેલ્લે
ઝડપાયેલ જુના કૃષ્ણપરામાં રહેતો તુષાર ઉર્ફે રાધે પટેલ ઘરની ગાડી વેચીને એમડી
ડ્રગ્સ દિલ્હીથી લાવી ઊંઝામાં ધંધો શરૃ કર્યો હોવાનું ખૂલ્યું છે. જો કે, વધુ તપાસ માટે
ઊંજા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ઊંઝાના ૨.૩૦ લાખના એમડી ડ્રગ કેસની તપાસ કરનાર એસઓજી ટીમના
પીઆઈ ભાવેશ રાઠોડે જણાવેલ છે કે,
દિલ્હીથી નરેશ દુડી હરિયાણાવાળા પાસેથી ડ્રગનો જથ્થો લાવી ઊંઝામાં વેચાણ કરનાર
મુખ્ય સુત્રધાર હિતેષ ઉર્ફે (ફુલભાઈ) નટવરલાલ પટેલ (રહે.ઓમકાર સોસાયટી, વિસનગર રોડ, ઊંઝા) હજુ ફરાર
છે. હિતેષે ઊંઝામાં ડ્રગનો જથ્થો સપ્લાય કર્યો હતો. તેમાં પિયુશ વિષ્ણુભાઈ પટેલની
સાથે સાથે પટેલ ઉર્વીશ ઉર્ફે ઢંક ભરતભાઈ (રહે.સત્યમેવ સોસાયટી) જોષી મહેશ કમલેશભાઈ
(રહે.જનકપુરી સોસાયટી) તથા પટેલ તુષાર ઉર્ફે રાધે વિષ્ણુભાઈ પટેલ (રહે.જુનુ
કૃષ્ણપરૃ)ના નામ ખુલતાં તમામની અટકાયત કરી છે.પોલીસ તપાસમાં એમડી ડ્રગ જથ્થો ખરીદ
કરવા માટે પ્રથમ રાઉન્ડમાં પિયુશ તથા તુષાર અને બીજા રાઉન્ડમાં હિતેશ તથા પિયુશ
દિલ્હી જઈને નરેશ દુડી પાસેથી માલ લાવેલ હતા. જેમાં તુષારે પોતાની ગાડી ૫૫૦૦૦
રૃપિયાના વેચાણ કરીને એમડી ડ્રગ્સનો જથ્થો ખરીદ કર્યો હોવાનું ખુલ્યું છે. જો કે, તુષાર પટેલની સઘન
તપાસ માટે તેમજ સમગ્ર કેસમાં એમડી ડ્રગ્સના સપ્લાયની લીંક હજુ કેટલી ઊંડે છે તે
સઘળી બાબતોએ ઊંડાણપૂર્વકની તપાસ માટે ઊંઝા જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ડી.જે.ભાટી
આરોપીના તા.૨૦-૭-૨૦૨૨ સુધી બે દિવસના રિમાન્ડ મંજુર કરતાં હજુ અન્ય કેટલા ઈસમોના
નામ ખૂલે છે તેની ઉપર મીટ મંડાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.