શિવસેનાના વધુ 4 નારાજ ધારાસભ્યો સુરત પહોંચ્યા…3 વિશેષ વિમાનમાંથી ગુવાહાટી પહોંચ્યા..એક હજુ હોટેલમાં
સુરત,તા.23 જુન 2022,ગુરૂવારમહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો મોડી રાત્રે સુરત પહોંચી ગયા હતા. આ ધારાસભ્ય સુરતથી ગુવાહાટી પહોંચ્યાં હતા. આ ધારાસભ્ય શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મળવાના છે. આજે સવારે સુરત થી ત્રણ જેટલા ધારાસભ્ય ગોવાહાટી રવાના થયા હતા.. મંગળવાર અને બુધવારની વાત કરવામાં આવે તો આ બે દિવસ દરમિયાન વધુ 7 નારાજ શિવસેનાના ધારાસભ્યોએ સુરતમાં ધામા બોલાવ્યા છે. જ્યારે મંગળવારે 41 જેટલા ધારાસભ્યો ગુવાહાટી રવાના થઇ ચુક્યા છે#WATCH | Assam: Shiv Sena leader Eknath Shinde along with other MLAs at Radisson Blu Hotel in Guwahati last night, after 4 more MLAs reached the hotel. pic.twitter.com/1uREiDXNr5— ANI (@ANI) June 23, 2022 મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલા ધરતીકંપ ની સ્થિતિ વચ્ચે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો બુધવારે રાત્રે સુરતથી મુંબઈ જવા રવાના થયા હતા અને તેઓએ સુરતના લી મેરિડિયાન હોટેલ વહેલી સવારે પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર માહિમના ધારાસભ્ય સદા સરવણકર અને કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર અને સંજય રાઠોડ સુરત જવા રવાના થયા છે. ત્રણેય ધારાસભ્યો સવારે 4 વાગે સુરત પહોંચ્યા હતા. તે પછી તેઓને સુરતથી ગુવાહાટી મોકલવામાં આવ્યા હતા.. માનવામાં આવે છે કે આ ધારાસભ્ય શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મળવાના છે.અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે એકનાથ શિંદે સાથે 41 જેટલા ધારાસભ્ય સુરત એરપોર્ટ થી ગોવાહટી જવા માટે રવાના થયા હતા જ્યારે બુધવારે શિવસેનાના વધુ 4 બળવાખોર ધારાસભ્યો સુરત પહોંચ્યા હતા. શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ, નિર્મલા ગાવિત અને ચંદ્રકાંત પાટીલ સુરત પહોંચ્યા હતા. ત્રણેય ધારાસભ્યો સુરત થ વિશેષ વિમાન થકી ગુવાહાટી રવાના થયા હતા. જયારે મોડી રાત્રે પહોંચેલા અન્ય 4 ધારાસભ્યોમાંથી 3 ધરાસભ્યો ગુવાહાટી પહોંચી ગયા છે. અને અન્ય એક હજુ પણ સુરત મેરેડિયન હોટેલમાં છે.અગાઉ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની ઓફર કર્યા પછી મુખ્યમંત્રી નિવાસસ્થાન વર્ષ ખાલી કર્યું હતું અને પત્ની રશ્મિ-પુત્ર આદિત્ય સાથે ખાનગી નિવાસ માતોશ્રીમાં શિફ્ટ થયા હતા. તે જ સમયે, આના થોડા સમય પહેલા બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેએ મહા વિકાસ અઘાડી (MVA) સરકાર પર સહયોગીઓને લાભ આપવાનો આરોપ લગાવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.