નાથદ્વારામાં ઈમારતની છત તૂટી પડતાં 4ના મોત:SDRFની ટીમે કાટમાળમાંથી 9ને બહાર કાઢ્યા, તમામની હાલત ગંભીર; 5 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું - At This Time

નાથદ્વારામાં ઈમારતની છત તૂટી પડતાં 4ના મોત:SDRFની ટીમે કાટમાળમાંથી 9ને બહાર કાઢ્યા, તમામની હાલત ગંભીર; 5 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું


રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં એક સામુદાયિક ભવનના બાંધકામની છત તૂટી પડતાં ચાર ગ્રામજનો દબાઈ જતા મૃત્યુ પામ્યા હતા. 15 ઓગસ્ટે યોજાનારા કાર્યક્રમમાં ગામના 13 લોકો સાફ- સફાઈ માટે આવ્યા હતા. આ બિલ્ડીંગના લેન્ટર ત્રણ દિવસ પહેલા જ ખોલવામાં આવ્યા હતા. આ ઘટના ગઈ રાત્રે 11 વાગ્યે નાથદ્વારાના ટીમેલા ગામમાં બની હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી, એસડીઆરએફની ટીમે લગભગ 5 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું અને કાટમાળમાંથી 9 લોકોને બહાર કાઢ્યા હતા. તમામની હાલત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે મેઘવાલ સમાજે સામુદાયિક ભવન બનાવ્યું છે. અહીં 15મી ઓગસ્ટે રામ-રસોડાનો કાર્યક્રમ યોજાવાનો હતો. જે અંતર્ગત રામદેવરા જતા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાની હતી. આ કાર્યક્રમની તૈયારી માટે સમાજના લોકો અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન ગઈરાત્રે 11 વાગ્યે જોરદાર ધડાકા સાથે બિલ્ડિંગની છત લોકો પર પડી હતી. 13 લોકો કાટમાળનીચે દટાઈ ગયા હતા. 1 વાગ્યા સુધીમાં 3 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં અન્ય એક વ્યક્તિની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં કાલુ લાલ મેઘવાલ, શાંતિલાલ મેઘવાલ, ભગવતી લાલ મેઘવાલ અને ભંવર લાલ મેઘવાલના મોત થયા હતા. સવારે 4 વાગ્યા સુધીમાં બાકીના 9 લોકોને પણ ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સંબંધિત PHOTOS...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.