ધંધુકા તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત રથયાત્રાનું ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીના હસ્તે આકરું ગામેથી પ્રસ્થાન કરાવ્યું. - At This Time

ધંધુકા તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત રથયાત્રાનું ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીના હસ્તે આકરું ગામેથી પ્રસ્થાન કરાવ્યું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત રથયાત્રાનું ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીના હસ્તે આકરું ગામેથી પ્રસ્થાન કરાવ્યું

વિકસિત ભારત રથયાત્રા અનુસંધાને આજરોજ અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ભલગામડા અને આકરું બંને ગામોમાં વિધાનસભા ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીના અધ્યક્ષ સ્થાને તાલુકા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી શ્રીમાન કુંભાણી સાહેબ તાલુકા મામલતદાર શ્રી વિજયસિંહ ડાભી સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગણતરી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી ધંધુકાના અધ્યક્ષ શ્રીમાન ચંદ્રસિંહ ચુડાસમા સાહેબ ચુડાસમા ઉપાધ્યક્ષ શ્રીમાન જયરાજસિંહ ઝાલા , વિકસિત ભારત રથયાત્રાના ઇન્ચાર્જ શ્રીમાન હર્ષદસિંહ સોલંકી તથા સહ ઇન્ચાર્જ વીમેશભાઈ,માર્કેટિંગ યાર્ડ ધંધુકાનાં ચેરમેન શ્રીમાન ચેતનસિંહ ચાવડા માર્કેટિંગ યાર્ડ ધંધુકાના પુર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ ધંધુકા તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમાન રાજેન્દ્રસિંહ ચુડાસમા ખરીદ વેચાણ સંઘ ધંધુકા ના ચેરમેન ભુપતસિંહ ચુડાસમા તથા ધંધુકા તાલુકા વહીવટી તંત્રના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ ,વિકસિત ભારત અંતર્ગત 17 જેટલી યોજનાઓના લાભો સીધા જ ચિન્હિત લાભાર્થીઓને મળી રહે એવા ઉદ્દેશ થી ચાલી રહેલી આ વિકસિત ભારત રથયાત્રાનું પ્રસ્થાન ધંધુકા તાલુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાળુભાઇ ડાભી આકરું ગામેથી કરાવ્યું ત્યારબાદ બપોરે બે વાગ્યે ભલગામડા ગામે પણ શ્રીમાન ધારાસભ્યશ્રી અને તાલુકાનાં તમામ વહીવટી તંત્ર હાજર રહ્યાં અને તમામ લાભાર્થીઓને આપવા પત્ર લાભો અને ઉજ્વલા યોજના અંતર્ગત યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શન પત્ર, મકાન સહાય અંતર્ગત મકાનની ચાવીઓ રેશનકાર્ડના કામો કિશન પીએમ યોજના ના લાભાર્થીઓને પ્રશ્નો સહિતના ઘણા બધા પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિકાલ લાવીને આકરું ગામે ૨૬ લાભાર્થી, અને ભળગામડા ગામે ૨૦ લાભાર્થી ઓ ને સ્થળ ઉપર જ લાભો આપીને સુશાસન અનુભૂતિ કરાવવામાં આવી આ તબક્કે ધંધુકા ધારાસભ્યશ્રીએ એમના વક્તવ્યમાં સરકારની તમામ યોજનાઓ ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચે એ માટે સરકાર કટિબદ્ધ છે અને અગામી દિવસોમાં ગુજરાત સરકારનો સુગમ વહીવટ અને અનુભૂતિ તમામ જનતાને થાય એ માટેના પ્રયાસો એમાં સતત સુધારા વધારો પણ કરવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવી આ સમયે બંને ગામોમાં હોળી સંખ્યામાં લાભાર્થીઓ અને લાભાર્થીઓ અને ગામ ગ્રામજનો ઉપસ્થિત રહી રચના વ્યવસ્થા થયેલ એલઈડી મારફતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના વક્તવ્ય અને ઉપલબ્ધિઓને પણ સાંભળવાં માં આવ્યુ હતું

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.