હળવદનો બ્રાહ્મણી ૨ ડેમ ઓવરફલો થતા ૧ દરવાજો ખોલવામાં આવ્યો, ૯ ગામોને એલર્ટ
હળવદ તાલુકાના સુસવાવ નજીક આવેલ શક્તિસાગર (બ્રાહ્મણી ૨) ડેમ રૂલ લેવલ મુજબ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતા ડેમનો ૧ ગેટ ૦.૫ ફૂટ ખોલવામાં આવ્યો છે
જેથી ડેમના હેઠવાસમાં આવતા સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ એમ નવ ગામોને એલર્ટ અપાવામા આવ્યું છે જેથી ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ના કરવા તેમજ તકેદારીના પગલા લેવા સુચના આપવામા આવી છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.