તાલુકા હેલ્થ ઓફિસ અને આઈસીડીએસ વિભાગ હિમતનગર દ્વારા 27 મી
તાલુકા હેલ્થ ઓફિસ અને આઈસીડીએસ વિભાગ હિમતનગર દ્વારા 27 મી ડિસેમ્બર 2022 ના રોજ પ્રોજેક્ટ વ્રુદ્ધિના સહયોગથી કુપોષણનો વ્યાપ ઘટાડવા માટે માતૃ, શિશુ અને બાળકોના પોષણ વિષય સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર અંગે પ્રશિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ માં માનનીય પ્ર્મુખશ્રી તાલુકા પંચાયત હિમતનગર વિનોદભાઈ પટેલ , મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા , પ્રોગ્રામ ઓફિસર શ્રી મીનળબેન.ડી.મહેતા, તાલુકા વિકાસ અધિકારી પી.સી.સીસોદિયાશ્રી ધ્વારા સહાભાગીઓને વિશેષ જાણકારી આપી અને પ્રોત્સાહીત કરવામાં આવ્યા. ઉપરોક્ત તાલીમમાં પ્રોજેક્ટ વૃધ્ધિ ના બ્લોક -કોર્ડીનેટર અમીત સુથાર, મેડીકલ ઓફિસર શ્રી આર.ડી.ગોસ્વામી સાહેબ, એ.એમ.ઓ શ્રી ડો.ચિતન વોરા, એ.એમ.ઓ રચનાબેન પંડ્યા ઓ સીડીપીઓશ્રી નયનાબેન જોષીયારા, સીડીપીઓશ્રી બિનાબેન પટેલ, મુખ્ય સેવિકાશ્રીઓ અને પ્રોજ્કેટ વુધ્ધિ ના સ્ટાફ હાજર રહ્યા હતા.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબદીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.