સ્વચ્છતા હી સેવા 2024ના ભાગરૂપે ગઢડા તાલુકાના શિયાનગર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ - At This Time

સ્વચ્છતા હી સેવા 2024ના ભાગરૂપે ગઢડા તાલુકાના શિયાનગર ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ


(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા, રાણપુર, બરવાળા અને બોટાદ સહિતના તાલુકાઓમા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યુ છે. જેમાં આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10માં તબક્કાની ઉજવણી અન્વયે તમામ ગામડાઓમા વિવિધ થીમ આધારિત સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગઢડા તાલુકાના શિયાનગર ગામે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થાનો પર સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા શિયાનગરના ગ્રામલોકોને સાથે રાખીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.