થરાદનાકરણાસર પાટીયા નજીક ભુમાફિયાઓ દ્વારા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલો.
ખાણ ખનીજ વિભાગ બનાસકાંઠાને મળેલ ખાનગી બાતમી ના આધારે રાતના સમયે દરોડો પાડતા ભૂમાફીઆઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારે ખનીજ વિભાગ ની ટીમ દ્વારા ૪ હાયવા ડમ્પર, અને એક જેસીબી મશીન કબજે કરી થરાદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
જયારે એક નંબર વગરના પીળા કલરના JCBનો ડ્રાઇવર નાસી ગયેલ હોઈ તે JCBની રખવાળી તેમજ નાસી ગયેલ ડ્રાઈવરની રાહ જોઈ ઉભેલા ખાણખનીજ વિભાગના અધિકારીઓ ઉપર રાતના સમય ભુમાફીઆઓ દ્વારા હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો તેમજ અજાણ્યા ઈસમો દ્વારા ખાણ ખનીજ વીભાગના અધિકારીની રિવોલ્વરને જૂટવવાના પ્રયાસો કરાયા હતા.
ત્યારબાદ ખાણ ખનીજ વિભાગનાના કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો મોટા માથાના નામ બહાર આવશે,તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.
થરાદના કણાસર પાટિયા નજીક ભુમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા હતા ત્યારે ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો
જેમાં ભૂમાફિયાઓ દ્વારા ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હીચકારો હુમલો કરી અને ખનીજ વિભાગના અધિકારીની રિવોલ્વરને જપાજપી કરી હતી
ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા નજીકના પોલીસ સ્ટેશન થરાદ પોલીસ
મથકે જાણ કરતા તાત્કાલિક થરાદ પોલીસ સ્ટેશન નો સ્ટાફ અને અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને એ સમયે બધા ભુમાફીઆઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
