ધંધુકા તાલુકાની રંગપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
ધંધુકા તાલુકાની રંગપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
પૂર્વ સરપંચે વર્ષ ૨૦૦૭થી ૨૦૨૧ના પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી ગામ સીમની સરકારી પડતર જમીન પોતાના નામે કરી નાંખી
તલાટી દ્વારા ધંધૂકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ : પોલીસે ગુનો નોંધીને પૂર્વ સરપંચને સાબરમતી જેલ ભેગા કર્યા.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના રંગપુર ગામે પૂર્વ સરપંચે પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી સરકારી પડતર ની જમીન આકારણી રજીસ્ટરમાં ચડાવી તે જમીન પર ૧૪૦ વારમાં મકાન બનાવી દેવાના કિસ્સામાં જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આદેશ અનુસાર રંગપુરના તલાટી દ્વારા ધંધુકા પોલીસ મથકમાં પૂર્વ
સરપંચ કિશોરભાઈ સોલંકી લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે કિશોરભાઈની અટકાયત કરી સાબરમતી જેલ હવાલે કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામ્યો હતો.
ધંધુકા તાલુકાના રંગપુર ગામ ખાતે વર્ષ ૨૦૦૭થી ૨૦૨૧ના સમયગાળા દરમિયાન સરપંચ પદે સત્તા ભોગવી રહેલા કિશોરભાઈ સોલંકી દ્વારા રંગપુરની ગામતળની સરકારી જમીન વી.પી. ૭૧૬ને બે ભાગમાં વિભાજીત કરી વીપી નં.૭૧૬/૧ માં પોતાનું નામ તથા ૭૧૯/૨માં પોતાના દાદીનું નામ આકારણી રજીસ્ટરમાં ૬૨૭ ચો. મી. જમીન ચડાવી સરકારી પડતર જમીન હડપ કરવાનો કારશો રચવામાં આવ્યો હોય આ સંદર્ભે જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તથા સરકારી જમીન હડપ કરવાનું ષડયંત્ર બનાવી સરકારી જમીનને પચાવી પાડયાનું બહાર આવતા રંગપુરના તલાટી અનિલભાઈ દેસાઈ દ્વારા જિલ્લા કલેકટરના હુકમ અનુસાર કિશોરભાઈ સોલંકી સામે લેન્ડ સેબિંગ એક્ટ હેઠળ ધંધુકા પોલીસ મથકમાં ગુનો
નોંધાવવામાં આવ્યો હતો. લેન્ડ ગેબીંગનો ગુનો દાખલ થયા બાદ પોલીસ દ્વારા મામલાના આરોપી પૂર્વ સરપંચની અટકાયત કરી અમદાવાદ ખાતેની સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. રંગપુર ગામે પૂર્વ સરપંચ દ્વારા આચરવામાં આવેલ જમીન હડપ કરવાના કારસાનો મુદ્દો સમગ્ર તાલુકામાં ચર્ચાની એરણ પર રહેવા પામ્યો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.