બાલાસિનોર**૩૨ ગામ પ્રજાપતિ સમાજ યુવા સંગઠન દ્વારા સર્વ રોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો* . - At This Time

બાલાસિનોર**૩૨ ગામ પ્રજાપતિ સમાજ યુવા સંગઠન દ્વારા સર્વ રોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો* .


આ કેમ્પ માં લુણાવાડા ના જાણીતા અને અનુભવી ડૉ. સોહમ પટેલ,એમ.એસ.ઓર્થોપેડિક ફેલોશિપ ઇન જોઇન્ટ રિપ્લેસમેન્ટ (જર્મની) દ્વારા ૬૬ લાભાર્થી ઓએ લાભ લીધો.
ડૉ. નિચિંત એમ .પટેલ એમ.બી.એસ.ડી.જી.ઓ સ્ત્રી રોગના નિષ્ણાંત દ્વારા ૮ લાભાર્થી ઓ એ લાભ લીધો.
ડૉ .પ્રવિણ કે પ્રજાપતિ એમ.એસ, જનરલ સર્જન એપેન્ડીક્ષ,હરસ- મસા,ભગંદર,પથરી ,કિડની દ્વારા ૩૫ લાભાર્થી ઓએ લાભ લીધો.
આ કેમ્પ બાલાસિનોર ની જગદંબા પ્રા/માધ્યમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં ૩૨ ગામ પ્રજાપતિ યુવા સંગઠન ના પ્રમુખ જીતુભાઇ પ્રજાપતિ અને મંત્રી નિકુંજભાઇ પ્રજાપતિ અને ૩૨ ગામ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજીત કરવામાં આવેલ.
સર્વ રોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ માં ઉપસ્થિત તમામ ડૉકટર નું શાલ,મોમેન્ટો,અને પુછપ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું સાથે ઉપસ્થિત પત્રકાર નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.અને ઉપસ્થિત તમામ સમાજ ના અને દર્દી ઓને બાળાઓ દ્વારા પુછપ ગુચ્છ આપવામાં આવ્યું હતું...આ સમગ્ર કેમ્પ સફળ કરવામાં મદદ કરનાર સમાજ ના તમામ નો આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.