જસદણમાં ભાગવત કથાની પોથીયાત્રા નીકળી શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો - At This Time

જસદણમાં ભાગવત કથાની પોથીયાત્રા નીકળી શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો


જસદણની શ્રીનાથજી હવેલી ખાતેથી જલારામ સત્સંગ મંડળ દ્વારા આયોજિત ભાગવત કથાની ભવ્ય પોથીયાત્રા નીકળી હતી ભાવિકોએ આનંદ ઉલ્લાસથી પોથીયાત્રામાં હાજરી આપી હતી અને ઉત્સાહભેર પોથીયાત્રામાં ભાગ લીધો હતો આ પોથીયાત્રા માં ભાગવત કથાકાર ઈશ્વરચંદ્ર વ્યાસ તથા જલારામ સત્સંગ મંડળના ભક્તો અને હરિ પરિવારના લોકો ધૂન ભજન મંડળ સાથે જોડાયા હતા ભાગવત કથાની ભવ્ય પોથીયાત્રા છત્રી બજાર, ટાવર ચોક, મેન બજાર થઈને હરિરામ બાપા ના નિવાસ્થાન હરભોલે વાળાના ઘરે બાપા ના ઢોલિયે પૂજન આરતી બાદ પોથીયાત્રા લોહાણા મહાજન વાડી ખાતે પહોંચી હતી અને આગામી તારીખ 21 સુધી કથા યોજાશે દરરોજ સવારે 9:00 થી 12 અને બપોરે 3:30 થી 6:30 સુધી કથા યોજાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.