વિસાવદર નગર પાલિકાનો ભ્રષ્ટાચાર નવી ચૂંટાયેલી ભાજપ ની બોડી રોકી શકશે
વિસાવદર નગર પાલિકાનો ભ્રષ્ટાચાર નવી ચૂંટાયેલી ભાજપ ની બોડી રોકી શકશેસતાના નશામાં ચકચૂર બનેલા અને માતેલા સાંઢ ની જેમ ફરતા પૂર્વે સતાધીશોએ કરેલા કૌભાંડની તપાસ ક્યારેવિસાવદર નગરપાલિકા ભ્રષ્ટાચાર નો અડ્ડો બની ગયેલ હોય તેવું છેલ્લા ઘણા સમયથી અખબારોમાં વાંચવામાં આવે છે ત્યારે વિસાવદર શહેર તથા તાલુકામાં બની બેઠેલા નેતાઓ માત્ર અખબારોમાં પ્રેસનોટ આપવામાં પાવરધા હોય તેવું લાગી રહ્યું છે એક તરફ વહીવટદાર તરીકે મામલતદાર હતા અને ચીફ ઓફિસર પણ ભૂતકાળમાં નાયબ મામલતદાર હોય ત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ વાળા ખોટું કરવામાં કેવા હોશિયાર હોય તે લોકો જાણે છે સતાધારી ભાજપના ઈશારે કરોડોનો ભ્રષ્ટાચાર થાય તેમાં જિલ્લાના ભાજપના આગેવાનનો હાથ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.વિસાવદર ધારાસભ્ય વગરનો તાલુકો છે અહીં કોઈ વિરોધ પક્ષ પણ નથી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના આગેવાનો કશું બોલવા તૈયાર નથી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી આ તત્કાલિન વહીવટદાર તથા ચીફ ઓફિસર પુરવઠા ખાતાના હપ્તાઓ ખાઈને ધરાયા નથી ત્યારે પંચનો માલ ખાઈ રહિયા છેવિસાવદરનગરપાલિકાની ચૂંટણીઓ પુરી થઈ વિસાવદરની પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકી ૨૧ સીટો ઉપર પ્રચંડ બહુમતી આપેલ છે ત્યારે વહીવટદારના શાસનમાં થયેલ ભયંકર ભ્રષ્ટાચાર બાબતે નવા વરાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ કેમ મૌન છે.સાંસદ કેમ મૌન છે...આ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ભાજપને આભડી જશે જો આમ કરતા ભાજપને બચાવવું હોય તો ભાજપે પોલીસ ફરિયાદ દાખલ કરાવવી જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાવવું જોઈએ પણ ખેર આવી અપેક્ષા ખુદ શિકારી પાસે કરવી કેટલે અંશેવ્યાજબી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
