રાજકોટ શાળાઓમાં સ્વચ્છતાની પાઠશાળા “સ્વચ્છતા રેલી" સ્વચ્છતા ક્લાસ” કાર્યક્રમ યોજાયો. - At This Time

રાજકોટ શાળાઓમાં સ્વચ્છતાની પાઠશાળા “સ્વચ્છતા રેલી” સ્વચ્છતા ક્લાસ” કાર્યક્રમ યોજાયો.


રાજકોટ શહેર તા.૨૧/૯/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઇજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭/૯/૨૦૨૪ થી તા.૨/૧૦/૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૧/૯/૨૦૨૪ના રોજ સવારે ૮:૩૦ કલાકે રાજકોટ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કુલ તમામ ૯૩ શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા IEC એક્ટીવીટીના ભાગરૂપે રાજકોટ શાળાઓમાં "સ્વચ્છતાની પાઠશાળા" અન્વયે “સ્વચ્છતા રેલી/ક્વિઝ/રંગોળી/ચિત્ર/સૂત્રો/નિબંધ/કવિતા/સ્વચ્છતા ક્લાસ” કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી-જુદી શાળાઓમાં કાર્યક્રમ યોજી શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧માં આવેલ ડૉ.જીવરાજ મહેતા પ્રા.શાળાનં.૮૯, રૈયાગામ ગેઈટ પાસે, રૈયા રોડ ખાતેની શાળામાં કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિ સભ્ય રસિકભાઈ ભદ્રકીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, વોર્ડનં.૧ના હોદ્દેદાર કાથડભાઈ ડાંગર, નાગજીભાઈ વરુ, કાનાભાઈ ખાણધર, ગૌરવભાઈ મેતા ઉપસ્થિત રહી વિવિધ એક્ટીવીટી નિહાળી હતી અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી અને અન્ય નીચે મુજબની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં IEC એક્ટીવીટી યોજવામાં આવી હતી. વોર્ડ વાઈઝ યોજાયેલ IEC એક્ટીવીટીમાં વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, શિક્ષણ સમિતિના સદસ્યઓ, લગત વોર્ડના કોર્પોરેટરઓ, વોર્ડની ટીમ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને શાળાના વાલીઓ જોડાયા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ ૯૩ શાળાઓમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવેલ હતું. (૧) સ્વચ્છતા ક્વિઝ (૨) રંગોળી સ્પર્ધા (૩) ચિત્ર સ્પર્ધા (૪) નિબંધ લેખન સ્પર્ધા (૫) કવિતા જીંગલ લેખન સ્પર્ધા (૬) સૂત્ર લેખન સ્પર્ધા વગેરેનું સુવ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવેલ તેમજ રાજકોટ કોર્પોરેશનના ૧૮ વોર્ડ પૈકી દરેક વોર્ડમાંથી એક શાળા પસંદ કરીને કુલ-૧૮ શાળાઓમાં ઉપરોક્ત પ્રવૃતિઓનો વિશેષ આયોજન કરેલ. આ રેલીમાં લગત વોર્ડના ધારાસભ્યઓ, કોર્પોરેટરઓ, વોર્ડની ટીમ વિવિધ સમિતિના ચેરમેનઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને સદસ્યઓ અને શાળાના વાલીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ ૯૩ શાળાએ ભાગ લીધેલ હતો સ્વચ્છતા રેલીમાં કુલ-૩૦૮ શિક્ષકો, ૮૫૭૦ વિદ્યાર્થીઓ શાળાની SMCના ૧૪૨ સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં શાળાના વાલીઓ જોડાયા હતા તેમજ સ્વચ્છતા અંગેની શાળા કક્ષાએ કરેલી વિવિધ સ્પર્ધા અને પ્રવૃત્તિઓમાં (૧) સ્વચ્છતા ક્વિઝમાં ૪૧૮ વિદ્યાર્થીઓ (૨) સ્વચ્છતા અંગેની ચિત્ર સ્પર્ધામાં ૧,૩૮૫ વિદ્યાર્થીઓ(૩) સ્વચ્છતા રંગોળી સ્પર્ધામાં ૭૦૪ વિદ્યાર્થીઓ (૪) સ્વચ્છતા વિષય પર નિબંધ લેખનમાં ૨૮૦ વિદ્યાર્થીઓ (૫) કાવ્ય /જીન્ગલ લેખનમાં ૧૬૮ વિદ્યાર્થીઓ (૬) સ્વચ્છતા અંગેના સૂત્રો ના લેખનમાં ૮૪૦ વિદ્યાર્થીઓ મળીને ઉપરોક્ત તમામ સ્પર્ધામાં કુલ ૩,૪૯૫ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. ઉપરોક્ત તમામ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ શાળા પરિવાર દ્વારા ઇનામ આપી અને પ્રોત્સાહિત કરેલ હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.