જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંપન્ન
જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સંપન્ન
વિવિધ વિભાગોની કામગીરી અંગે ચર્ચા કરી નક્કર કામગીરી કરવા જિલ્લા કલેક્ટરશ્રીની તાકીદ આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોની કામગીરી વિશે ચર્ચા કરી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને નક્કર કામગીરી કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું ઉક્ત બેઠકમાં કલેકટરશ્રીએ પડતર તુમારો, બાકી લેણાની વસુલાત, પેન્શન કેસો, જંત્રીની કામગીરી સહિતના મુદ્દાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ઉપરાંત બોટાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માર્ગદર્શન આપ્યું હતુંવલ બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી અને ધારાસભ્યશ્રી ઉમેશભાઇ મકવાણાએ પણ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારે કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, પોલીસ અધિક્ષકશ્રી કે.એફ. બલોળિયા, નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા સહિત જિલ્લાના તમામ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.