૩૧ મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસામાં જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જી.પી.વાય.જી.યુવા ટીમે તમાકુથી બચવા જાગૃતિ ઝુંબેશ ચલાવી.
૩૧ મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુની થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવમાત્રને માટે વ્યસનમુક્તિ અભિયાન જેવા અનેક જન જાગૃતિના આંદોલન ચલાવી રહેલ છે. ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જી.પી.વાય.જી. યુવા ટીમે જન જાગૃતિ ઝુંબેશ ચલાવી. સવારથી મોડાસાના ચાર રસ્તા વિસ્તાર તેમજ બસ સ્ટેશન જાહેર સ્થાન પર માનવ મહેરામણ વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરેલ. આ યુવાઓએ વ્યસનમુક્તિના નારા બોલી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરેલ. પછી સૌને વ્યક્તિગત સંપર્ક કરી વ્યસનમુક્તિ વિષે સમજાવવા પ્રયાસ કર્યો. સૌને વ્યસનમુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્યે આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા ભાવવિભોર શબ્દોમાં સમજાવવા ઝુંબેશ ચલાવી.
આજના આ વ્યસનમુક્તિ ઝુંબેશમાં જી.પી.વાય.જી.ના ભાર્ગવ પ્રજાપતિ, પ્રજ્ઞેશ કંસારા, શીવ ઉપાધ્યાય, વિરેન્દ્ર સોની, પ્રકાશ સુથાર, નિતિન સોની વિગેરે જોડાયા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.