સૌરાષ્ટ્રભરમાંથી આ વર્ષે અનેક દાઉદી વ્હોરા બિરાદરો હજયાત્રા માટે ઉમટી પડશે - At This Time

સૌરાષ્ટ્રભરમાંથી આ વર્ષે અનેક દાઉદી વ્હોરા બિરાદરો હજયાત્રા માટે ઉમટી પડશે


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આગામી માસથી પ્રારંભ થનારી હજયાત્રા સંદર્ભે દુનિયાભરમાંથી દરેક ફિરકાના લાખો મુસ્લિમો સાઉદી અરેબિયામાં પહોંચી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ ભાવનગર જુનાગઢ અમરેલી સુરેન્દ્રનગર જામનગર બોટાદ મોરબી ગીર સોમનાથ જેવા અનેક જીલ્લાથી માંડી ખોબા જેવડા જસદણ તાલુકા સુધીના ઘણાં મથકો સુધીના મોટી સંખ્યામાં આ વર્ષે દાઉદી વ્હોરા બિરાદરો હજયાત્રામાં શામેલ થઈ દેશની પ્રગતિ માટે દુઆ પ્રાર્થના કરશે ચાલું વર્ષનાં પ્રારંભે જ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજયાત્રીને લઈ સમજુતી થઈ હતી જેમાં આપણાં દેશ ભારતમાંથી આ વર્ષે ૧ લાખ ૭૫ હજાર ૨૫ હજયાત્રીઓ સાઉદી અરેબિયા જશે આ અંગે દેશના મહીલા અને બાળ કલ્યાણ અને લઘુમતી બાબતોના કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અને સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી તૌફીક બિન ફોઝાન અલ રબિયાએ હજ અંગે કરારો પણ કર્યા હતા ત્યારે ઈસ્લામ ધર્મમાં અતિ પવિત્ર ગણાતી આ હજયાત્રામાં સૌરાષ્ટ્રભરના અનેક ગામોમાંથી દાઉદી વ્હોરા બિરાદરો પોતાના ત્રેપનમા દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાદિક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત. ઉ. શ.) ના આશીર્વાદ અને રજા થકી દુનિયાભરમાંથી વ્હોરા ભાઈ બહેનો અને બાળકો હજયાત્રા પર જઈ રહ્યા છે જસદણમાંથી પણ ૨૨ વર્ષીય કુરાનહાફિઝ અદનાન ઇમરાનભાઈ કપાસી એક માત્ર હજયાત્રા પર જઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક ગામોમાંથી હજયાત્રાએ જનારા પરિવારોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે. અત્રે નોંધનીય છે કે ઈસ્લામ ધર્મમાં એક સ્થંભ હજનું પણ છે દરેક મુસ્લિમોમાં મનમાં જીંદગીમાં એકવાર હજ પર જવાની ઈચ્છા જરૂર હોય છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગામમા એક માત્ર મુસ્લિમ સમાજનું મકાન તેઓના પરિવારને હજયાત્રા પર જવું હતું ત્યારે તે ગામના તમામ હિન્દુ સમાજનાં લોકો એકત્ર થઈ ફ્કત માનવતાનો ધર્મ નિભાવી આ મુસ્લિમ પરિવારને તન મન અને ધનથી આ કાર્યમાં જોડાતા કોમી એખલાસના દ્રશ્યો તાદ્રશ્યો સર્જાયા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.