એલ.ઈ.ડી. લાઈટ લગાવી ફરતા 89 વાહનધારકોને રૂા.2.20 લાખનો દંડ
આરટીઓ તંત્રએ દિવાળી બાદ પુન: ચેકીંગ ડ્રાઈવ સઘન બનાવી છે અને હાઈવે ઉપર વ્યાપક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઓવરલોડ, ઓવરસ્પીડ, એલઈડી લાઈટ સહિતની બાબતો અંગે નિયમભંગ કરતા વાહન ધારકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે, ગત મોડીરાત્રીનાં રાજકોટ જિલ્લા આરટીઓ કચેરીની જુદી-જુદી ચેકીંગ ટીમોએ પોલીસ વિભાગને સાથે રાખી શાપર(વેરાવળ) રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ તથા માલિયાસણ રોડ ઉપર સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું.
આ સઘન ચેકીંગ દરમ્યાન મોટરવાહન કાયદાનો ભંગ કરતા અને વાહનમાં ગેરકાયદેસર એલઈડી લાઈટો લગાવીને ફરતા કુલ 89 વાહન ધારકોને ઝડપી ફરતા કુલ 89 વાહન ધારકો ને ઝડપી લેવાયા હતા અને દંડ સ્વરૂપે રૂા.2.20 લાખની વસુલાત કરવામાં આવી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.