સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ રોડ પર નવું ફાયર સ્ટેશન મંજુર કરાયું.
પાંચ ફાયર બ્રાઉઝર, હાઇડ્રોલિક કટર, બે રેસ્કયુ બોટ સહિતના સાધનો ઉપલબ્ધ
સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકાના ફાયર વિભાગની સ્થિતિ ચકાસતા પાલિકા પાસે પુરતો સ્ટાફ અને જરૂરી સાધનો ઉપલબ્ધ છે પરંતુ જો કોઈ બહુમાળી ઈમારતોમાં 4થા માળથી ઉપરના માળે આગ લાગે તો પાલિકા પાસે જરૂરી સ્કાયલીફટ અને ટીટીએલ જેવા સાધનો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યુ છે આવા સાધનો રાજયની મહા નગરપાલિકાઓમાં ઉપલબ્ધ છે રાજકોટના ગેમઝોનમાં અગ્નીકાંડ બાદ ફાયર સેફટીના સવાલો ખડા થયા છે ત્યારે શાળા, કોલેજ, હોસ્પીટલ, હોટલ, બહુમાળી ઈમારતો, જીમ, કોચીંગ કલાસીસ સહિતના સ્થળે ફાયર સેફટી બાબતે તપાસ અને નોટીસો આપવાની કાર્યવાહી જિલ્લાભરમાં ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલીકા કે જે આગામી સમયમાં મહાનગરપાલીકા બનવા જઈ રહી છે તેની પાસે ફાયરના પુરતા સાધનો છે કે કેમ તે અંગે સંદેશે જાત તપાસ કરી હતી સુરેન્દ્રનગરના ટાવર ચોક પાસે ફાયર સ્ટેશન આવેલુ છે જોકે, રાજયના 34 નવા મોડલ ફાયર સ્ટેશન મુજબ શહેરમાં પણ આગામી સમયમાં રીવરફ્રન્ટ પાસે આકાર લેનાર ફાયર સ્ટેશન પાસે જમીન મંજુર કરી દેવાઈ છે સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલીકામાં સુરેન્દ્રનગર અને વઢવાણ એમ બન્ને સ્થળે ફાયરના સાધનો ઉપલબ્ધ રખાયા છે જેમાં 12 હજાર લીટર પાણીની કેપેસીટીવાળા 2 મોટા ફાયર બ્રાઉઝર્સ અને નાની ગલીઓ કે શેરીઓમાં આગ બુઝાવવા 2 હજાર લીટર પાણીની કેપેસીટીવાળા 3 મીની ફાયર ટેન્ડર પાલીકા પાસે છે આ ઉપરાંત અકસ્માત જેવા સમયે કારમાં લોક થયેલા લોકોને બચાવવા હાઈડ્રોલીક કટર સહિતના સાધનો છે સુરેન્દ્રનગર પાલીકાના ચીફ ઓફીસર સાગર રાડીયાએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગરમાં બહુમાળી ઈમારતો કે જયાં 8થી 10 માળ કે તેથી વધુ માળ છે ત્યાં ફાયર સેફટીના સાધનો અંગે પણ હાલ તપાસ કરાઈ રહી છે આવી ઈમારતોમાં જો ફાયર સેફટીના સાધનો વસાવેલા હોય તો ગમે તેટલા માળે આગ લાગે માત્ર ફાયરના સાધનોથી ગ્રાઉન્ડ ફલોર પણ કનેકશન આપવાથી છેક ઉપરના માળે પાણી વડે આગ બુઝાવી શકાય છે સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ સહિતના જળાશયો, જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલો, તળાવો અને ચોમાસાના સમયે પુર જેવી સ્થીતીમાં પાણીમાં બચાવ કામગીરી કરવા માટે પાલિકા પાસે પુરતા સાધનો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.